ગુજરાત પોલીસની જીપ પાણીના પ્રવાહને ચીરતી નીકળી, વીડિયો જોઈને આનંદ મહિન્દ્રા પણ રહી ગયા હેરાન !

ગુજરાતની અંદર હાલ મેઘરાજાએ માજા મૂકી છે ત્યારે સૌરાષ્ટ્ર વરસાદથી ખુબ જ પ્રભાવિત બન્યું છે. સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું હ્ચે. પ્રસાશન અને પોલીસની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. એવામાં ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા જોવા મળે છે.

ત્યારે એક એવો જ વીડિયો જોવા મળ્યો હતો જેમાં ચિત્કાર ભરાયેલા પાણીની અંદર પોલીસની મહિન્દ્રા બોલેરો ગાડી પાણીની ચીરતી આગળ નીકળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયો હતો જેના બાદ આ વીડિયોને જોઈને આનંદ મહિન્દ્રા પણ હેરાન રહી ગયા હતા.

આનંદ મહિન્દ્રા ટ્વીટર ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ઘણી ચોંકાવનારી તસવીરો અને વીડિયોને પણ શેર કરતા રહે છે. હાલમાં જ તેમને એક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા ગુજરાતના રાજકોટમાં જે મહિન્દ્રા બોલેરો પાણીને ચીરતી જઈ રહી હતી તેનો વીડિયો પણ રીટ્વીટ કરીને શેર કર્યો છે, જેના બાદ યુઝર્સ પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

ટ્વીટર ઉપર આ વીડિયોને હરીશ દેવાસી નાઈનોલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે જ તેમને કેપશન આપ્યું છે કે, “મહિન્દ્રા છે તો શક્ય છે.” આનંદ મહિન્દ્રા દ્વારા પણ આ વીડિયોને રીટ્વીટ કરવામાં આવ્યો છે અને સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “ખરેખર ? ચાલુ વરસાદ દરમિયાન ? હું આને જોઈને હેરાન છું….”

Niraj Patel