ખબર

લોકડાઉન વધારવા અંગે આનંદ મહિન્દ્રાએ કહ્યું: “આર્થિક સંકટ જ નહીં દેશમાં આ નવું સંકટ પણ પેદા થશે”

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંકટ ચાલી રહ્યું છે અને આપણા દેશમાં પણ કોરોના સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે, કોરોના સંકટથી બચવા માટે દેશભરમા લોકડાઉન પણ  જાહેર કરવામાં આવ્યું છે. અસ લોકડાઉનના કારણે દેશમાં આર્થિક સંકટ ઘેરાતું જાય છે, ત્યારે સોશિયલ  મીડિયા ઉપર એક્ટિવ રહેનાર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને ખુબ જ ગંભીર વાત જણાવી છે.

Image Source

આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં જણાવ્યું છે કે: “લોકડાઉન વધારવાથી આર્થિક તણાવ જ નહીં, પરંતુ આરોગ્યનું નવું સંકટ પણ સર્જાશે.” તેમને ટ્વીટમાં જણાવ્યું છે કે લોકડાઉન આગળ વધારવાથી તે અર્થતંત્ર માટે ઘટક સાબીત થઇ શકે છે.

Image Source

જો કે આ બાબતે આનંદ મહિન્દ્રા પહેલા પણ પોતાનો વિચાર જણાવી ચુક્યા છે. તેમના મતે બીજા સ્વાસ્થ્ય સંકટ એટલે કે લોકડાઉનના કારણે લોકોમાં વધવા વાળા મનોવૈજ્ઞાનિક પ્રભાવ અને કોરોના વાયરસ ઉપરાંતના બીજા દર્દીઓની ગેરકાળજીને લઈને છે.

તમને જણાવી દઈએ કે મહિન્દ્રા  એન્ડ મહિન્દ્રા દ્વારા ડોક્ટર્સ માટે 90 દિવસની સમય મર્યાદા માટે બાય નાવ, પે લેટર યોજના શરૂ કરી છે. જેમાં 50 ટકા લોનની પ્રોસેસિંગ ફિસમાં પણ છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ ગ્રાહક મહિંદ્રાની એસયુવી ખરીદવા ઈચ્છે છે તો તેના માટે OWN Now, Pay in 2021 સ્કીમ લાગુ કરવામાં આવી છે, એટલે કે ગાડી તમે આજે ખરીદીની તમારા ઘરે લઇ જઈ શકો છો અને તેની ઇએમઆઇ 2021 પછી આપવાની થશે, તેની અંદરની લોન સમય મર્યાદા તમે 8 વર્ષ સુધી પણ વધારી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.