ખબર

કરોડોના કારોબાર છોડીને હોટલમાં વાસણ ઘસનાર ગુજરાતી યુવકને બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ આપી એક ઓફર- જાણો વિગત

સમાચારમાં આપણી ઘણીવાર અજીબો ગરીબ ઘટનાઓ વાંચતા અને જોતા હોઇએ છે. એક તરફ ગરીબ અને મધ્યમ પરિવારના લોકો પૈસા કેવી રીતે કમાવવા તેના માટે વલખા મારે છે તો બીજી તરફ કરોડોની સંપત્તિ પણ માણસને અકળાવી મૂકે છે.

આલીશાન મહેલ જેવું ઘર, તમામ સુખ સાયબી વચ્ચે પણ માણસ ઘણીવાર અકળામણ અનુભવે છે. આવું જ કંઈક જોવા મળ્યું વડોદરાના પાદરા તાલુકાના દ્વારકેશ સાથે.

પિતાનો કરોડોનો કારોબાર છોડીને દ્વારકેશ ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયો. 22 દિવસ બાદ પરિવારે શોધખોળ કરતાં તે સિમલાની એક હોટેલમાં વાસણ ઘસવાનું કામ કરતા મળી આવ્યો હતો. જેના સમાચાર સોશિયલ મીડિયામાં જોઈને પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેને પોતાની કંપનીમા નોકરી માટે પણ ઓફર કરી હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકેશ મિકેનિકલના પહેલા વર્ષમાં આભ્યાસ કરતો હતો, પરંતુ પોતાનું પરિણામ સારું નહિ આવે એવા ડરથી ઘરેથી કોલેજ જવાનું નામ લઇ અને ક્યાંક નીકળી ગયો. સાંજે મોડા સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોને દ્વારકેશની ચિંતા થવા લાગી તેમને તેની શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળ્યો નહીં, તેનો ફોન પણ લાગતો નહોતો, જેથી પોતાનો પુત્ર ખોવાઈ ગયો છે એમ માનીને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ લખાવી.

દ્વારકેશના ગુમ થયાના 22 દિવસ બાદ તેને સિમલામાં જોવામાં આવ્યો, તપાસ કરતા માલુમ પડ્યું કે તે સિમલાની હોટેલમાં વાસણ ઘસવાનું કામ કરી રહ્યો છે અને રાત્રે ફૂટપાથ ઉપર સુઈ રહે છે. 22 દિવસ બાદ દ્વારકેશ તેના પરિવારજનો સાથે મળ્યો અને આ સમાચાર ધીમેં ધીમે વાયરલ થવા લાગ્યા.

સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રખ્યાત ઉદ્યોગ પતિ આનંદ મહિન્દ્રાને મળતા તેમને ટ્વીટ કરી અને આ યુવકને પોતાની કંપનીમાં નોકરી આપવાનું પણ કહ્યું. આનંદ મહિન્દ્રા એ ટ્વીટમાં લખ્યું કે: “હું આ યુવાનની પ્રસંશા કરું છું, તે પોતાની જાતે જ મહેનત કરી આગળ આવવા માંગે છે. અત્યારે તેને ભલે પોતાની ચંચળતાના કારણે ઘર છોડી દીધું, પરંતુ ભવિષ્યમાં સફળ અને સ્વતંત્ર ઉદ્યોગ સાહસિક પણ બની શકે છે. હું તેને મહિન્દ્રા રાઈઝમાં ઇન્ટરશીપની ઓફર આપવામાં ખુશી અનુભવું છું.”

આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ બાદ પણ ઘણા લોકોએ આ યુવક તેમજ આનંદ મહિન્દ્રાના વખાણ કર્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.