આનંદ મહિન્દ્રાએ નિભાવ્યું પોતાનું વચન, ગરીબ પરિવારને તેમના જુગાડ માટે આપી એવી ભેટ કે જાણીને તમે સલામ કરશો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચીફ આનંદ મહિન્દ્રા હંમેશા તેમના  સેવાકીય કાર્યોથી લોકોના દિલ જીતી લેતા હોય છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે. તેમને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને પણ શાનદાર એસયુવી કાર ભેટમાં આપીને લોકોનું દિલ જીતી લીધું હતું.

ત્યારે હવે ફરી એકવાર આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન નિભાવ્યું છે. થોડા દિવસો પહેલા તેમને ટ્વિટર પર એક વ્યક્તિને ‘જુગાડ’થી બનેલી કારના બદલામાં નવી બોલેરો આપવાનું વચન આપ્યું હતું, જે હવે તેણે પૂરું કર્યું છે.  જેના કારણે લોકો પણ તેમના આ કામથી ખુબ જ પ્રભાવિત થયા છે અને તેમની પ્રસંશા કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ ગયા મહિને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. યુટ્યુબ ચેનલ હિસ્ટોરીકાનો અનુસાર, આ વિડિયો મહારાષ્ટ્રના દત્તાત્રેય લોહારનો હતો, જેણે પોતાના બાળકોની જીદ પૂરી કરવા માટે મહિન્દ્રા થાર જેવું દેખાતું ફોર વ્હીલર વાહન બનાવ્યું હતું, જે કિકથી ચાલુ થતું હતું.

આનંદ મહિન્દ્રાએ તે વ્યક્તિની તેની ક્ષમતા માટે પ્રશંસા કરી હતી, પરંતુ તેમાં સામેલ સુરક્ષા જોખમોના બદલામાં વ્યક્તિને નવી બોલેરો ગિફ્ટ કરવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે લખ્યું હતું કે આ વાહન આપણને ‘ઓછા સંસાધનમાં પણ સંસાધન સમૃદ્ધ’ બનવાની પ્રેરણા આપે છે.

આનંદ મહિન્દ્રાએ આ વચન પૂરું કર્યું. તેમણે દત્તાત્રેયના પરિવારને બોલેરો ગિફ્ટ આપતા કેટલાક ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. તેમાં લખ્યું હતું કે, “ખુશ છે કે તેમણે (દત્તાત્રેય લોહાર) તેમની કારને નવી બોલેરો સાથે બદલવાની અમારી ઓફર સ્વીકારી છે. ગઈકાલે તેમના પરિવારને નવી બોલેરો મળી હતી અને હવેથી તેમની કાર અમારી છે. તેમનું આ વાહન અમારા મહિન્દ્રા રિસર્ચ વેલી તમામ પ્રકારની કારના સંગ્રહનો એક ભાગ હશે, તે અમને સાધનસંપન્ન બનવાની પ્રેરણા આપશે.”

Niraj Patel