દિલધડક સ્ટોરી નારી વિશે

80 વર્ષના દાદીમા 1 રૂપિયાની ઈડલી વેચે છે, સવાર થતા જ ઘરની બહાર લાગે છે લાંબી લાઈન- રસપ્રદ લેખ

આજે મોંઘવારી પ્રમાણે એક રૂપિયામાં ચોકલેટ મળવી પણ મુશ્કેલ છે. પરંતુ જો કોઈ મહિલા તમને 1 રૂપિયામાં ગરમાગરમ ઈડલી ખવડાવે તો તેને પણ પ્રસિદ્ધિ મેળવવાનો હક છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં 80 વર્ષની મહિલાનો ઈડલી બનાવીને ખવડાવવાનો વિડીયો વાયરલ થયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તેના ત્રણ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન આ વાયરલ વિડીયો જોતા તેને તે વૃદ્ધ મહિલાને મદદ કરી હતી.

આવો જાણીએ આ મહિલા વિષે
ચેન્નાઇની કોયુમ્બતૂરની કમલાથલ નામની મહિલા 80 વર્ષને પાર કરી ચુકી છે. આ ઉંમરે પણ તેનો સેવાની ભાવના કોઈના પણ દિલને અડકી જાય છે. કમલાથલની દુકાન સંઘર્ષ અને સેવાની કહાનીને ખુદ દેશના મોટા ઉધોગપતિ અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેના ટ્વીટર પર આ વિડીયો શર કર્યો હતો.

આ વિડીયો શેર કરીને કેપશનમાં લખ્યું હતું કે, એક વ્યક્તિની ઈચ્છા શક્તિથી સમાજમાં મોટા બદલાવ વાળું કામ કરી શકે છે. આ એક વિન્રમ કહાની છે.જે કોઈ પણને આશ્ચર્યચકિત કરી દે છે. મેં નોટિસ કર્યું કર્યું કે આજે પણ તે લાકડાંથી ચાલતા ચુલાનો ઉપયોગ કરે છે, જે કોઈ પણ એને જાણતું હોય તો હું એને એક એલપીજી ગેસ આપવા માંગુ છું. આ કરવાથી મને ખુશી થશે.

ત્યારે આ ટ્વીટના જવાબમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, એલપીજી સિલિન્ડર કે ચૂલો દેવામાં કોઈ પરેશાની નથી. પરંતુ એવી કોઈ વ્યવસ્થા કરો કે તેને કાયમી ગેનુ સિલિન્ડર મળી શકે. ત્યારે આનંદ મહિન્દ્રાએ જણવ્યું હતું કે, મને તેને દરરોજ એલપીજી મોકલવામાં ખુશી થશે. આ વિસ્તારમાં મારી કંપનીની ટિમ આ કામ કરશે. મને વિશ્વાસ છે. તેની મદદ કરવામાં મને ખુશી થશે.

એલપીજી નિઃશુલ્ક સિલિન્ડર મળતા તેની ખુશી કમલાથલને જ નહીં પરંતુ તેની દુકાને આવનારા ગ્રાહકોને પણ એટલી જ છે. જેના માટે 80 વર્ષની મહિલા ઈડલીની દુકાન ચલાવે છે, અને ફક્ત 1 રૂપિયામાં ગરમ-ગરમ ઈડલી ખવડાવે છે.
જણાવી દઈએ કે, કમલાથલ તેના ગામના કામ કનરેન્ર મજૂરો માટે એક રૂપિયામાં આખી પ્લેટ ઈડલી અને સાંભાર ખવડાવે છે.કમાલથલની આ દુકાનમાં ગરીબ વર્ગના લોકોની સૌથી વધુ ભીડ છે. આ મહિલા સંઘર્ષ અને પ્રેરણાદાયક એટલા માટે છે કે,તેની પાસે ગેસ સિલિન્ડર પણ નથી. તે માટીના ચુલ્લા પર ઈડલી અને સાંભાર પકાવે છે. કમલથાલ છેલ્લા 30થી 35 વર્ષથી આ કામ કરે છે. ફક્ત ગામના જ નહીં પરંતુ આજુબાજુના લોકો પણ આ દાદીની ઈડલીનો સ્વાદ ચાખવા માટે આવે છે.

ઈડલી વાળા દાદી કોઇમ્બતુર શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર પેરુર પાસેના ગામડામાં રહે છે. એક રિપોર્ટ અનુસાર, આ દાદી લગભગ ૩૦ વર્ષથી ઈડલી વેચે છે. આ કામ નફા માટે નહીં પરંતુ લોકોનું પેટ ભરવા માટે કરે છે.

ઈડલી વાળા દાદીને ગેસ કનેક્શન મળ્યા બાદ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું કે, આ શાનદાર છે. કમલાથલને સ્વાસ્થ્યની ગિફ્ટ આપવા માટે ‘ભારત ગેસ કોઇમ્બતુર’ નો આભાર. મેં પહેલા પણ કીધું હતું કે, મને તેના માટે એલપીજીનો ખર્ચ ઉઠાવવા માટે ખુશી થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.