આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન પૂરું કરતા આ ક્રિકેટરને આપી ચમચમાતી એસયુવી કાર, તો ક્રિકેટરે પણ આપી આ રીર્ટન ગિફ્ટ

ઓસ્ટ્રેલિયા ટુર પર શાનદાર પ્રદર્શન કરનારા ટિમ ઈન્ડીયાના ગેંદબાજ એવા ટી નટરાજનને ઓટો મોબાઈલ  કંપનીના માલિક એવા આનંદ મહિન્દ્રાએ કાર ભેંટમાં આપવાનું વચન આપ્યું હતું, અને હવે તેમણે આ વચન પૂરું કર્યું છે.જેની જાણકારી નટરાજને ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી છે.

પોતાનું વચન પૂરું કરતા આનંદજીએ નટરાજનને ચમચમાતી ગાડી Thar ભેંટમાં આપી છે, જેની તસવીર શેર કરીને નટરાજને આનંદજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રિટર્ન ગિફ્ટ આપ્યું હતું.

નટરાજને લખ્યું કે,”ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનની સૌથી મોટી વાત રહી. અહીં સુધી પહોંચવું મારા મારે સહેલું ન હતું. જે રીતે લોકોનો પ્રેમ મને મળ્યો છે તેણે મને અભિભૂત કરી દીધો છે,ખાસ લોકોનું સમર્થન અને હોંસલાથી મને રસ્તો શોધવામાં મદદ મળી. હું આજે નવી એસયુવી થાર ગાડીને ડ્રાઇવ કરીને મારા ઘરે લાવ્યો, આજે હું આનંદજીના પ્રતિ ખુબ આભાર પ્રકટ કરું છું. મારી યાત્રા અને તેની પ્રશંસા માટે આભાર. ક્રિકેટ પ્રતિ તમારો પ્રેમ જોતા, ગાબા ટેસ્ટની જર્સી તમને ભેંટ કરી રહ્યો છું”.

આંનંદજીને જેવી જ પોતાની રિટર્ન ગિફ્ટ મળી કે તેમણે લખ્યું કે,”થેંક્યુ નટ્ટુ. હું આ રિટર્ન ગિફ્ટને સંભાળીને રાખીશ અને ગર્વથી પહેરીશ”.

Krishna Patel