બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ગણેશ ચતુર્થી ઉપર કર્યો એવો વીડિયો શેર કે લોકો પણ કરવા લાગ્યા વાહવાહ, બાપ્પાને આ રીતે જોવા પણ અદભુત લ્હાવો છે, જુઓ

હાલ આખા દેશમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ ગણપતિની પૂજા કરી રહ્યા છે અને તેમને પણ તેમના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે. ત્યારે આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા અને અવનવા વીડિયો દ્વારા લોકોને જ્ઞાન પૂરું પાડતા ભરીયે બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ ગણપતિનો એક વીડિયો શેર કર્યો છે. જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગણેશ ચતુર્થી ઉપર આનંદ મહિન્દ્રાએ બે વીડિયો શેર કર્યા હતા. જેમાં એક વીડિયોમાં એક મોટી ગણપતિની મૂર્તિ સવારી પર બેઠેલી જોઈ શકાય છે. કેટલાક લોકો ગણપતિને પુરી તાકાતથી ખસેડતા જોવા મળે છે. વીડિયો સાથે આનંદ મહિન્દ્રાએ ગણપતિ બાપ્પા માટે કહ્યું કે તેઓ અજેય છે. તેની શક્તિ તમારી સાથે રહે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. વીડિયો જોયા બાદ ઘણા લોકો એકબીજાને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.

આ સાથે જ અન્ય વીડિયો દ્વારા એક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે જ્યારે ભગવાન ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકે છે તો મનુષ્ય કેમ નહીં? વાસ્તવમાં, આ સંદેશ એવા ડ્રાઇવરો માટે છે, જેઓ ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટ વિના વાહન ચલાવે છે. આમ કરીને તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

આ વીડિયોની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં એક ટ્રક ડ્રાઈવર ડ્રાઈવરની સીટ પર બેસીને ગાડી ચલાવી રહ્યો છે અને તેની બાજુની સીટ પર ગણપતિ બાપ્પાની મૂર્તિ રાખવામાં આવી છે. નોંધનીય છે કે બાજુની સીટ પર બેઠેલા ભગવાન ગણેશ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળે છે. એટલે કે તેમણે પણ ડ્રાઈવરની જેમ સીટ બેલ્ટ પહેર્યો છે.

વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે ગણેશ ઉત્સવ દરમિયાન સુરક્ષામાં તૈનાત એક પોલીસકર્મી ટ્રકને રોકે છે અને જ્યારે તે ટ્રકની અંદર તપાસ કરવા માટે દરવાજો ખોલે છે, ત્યારે તે સીટ બેલ્ટ બાંધેલા ગણેશજીને પ્રણામ કરે છે અને ટ્રક આગળથી બેરિકેડ હટાવે છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓથી ભરેલો આ વીડિયો શેર કર્યો છે અને લોકોને સમજાવ્યું છે કે જીવન સાથે બિલકુલ રમત ન કરો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જ્યારે ભગવાન આ કરી શકે છે તો મનુષ્ય કેમ નહીં?

Niraj Patel