ખબર મનોરંજન

BREAKING: અક્ષય કુમારના મમ્મી પછી વધુ એક સેલિબ્રિટીના માતાએ દુનિયા છોડી દીધી- જાણો વિગત

બોલિવૂડ નંબર ૧ અભિનેતા અક્ષય કુમારના મમ્મી અરુણા ભાટિયાનું નિધન ગઈકાલે 8 સપ્ટેમ્બરના રોજ સવારે થયું હતું. તેમના અંતિમસંસ્કાર મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. તેમના મમ્મી છેલ્લાં 3 સપ્ટેમ્બરથી દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા.

એક્ટરના મમ્મીના નિધન બાદ હવે ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયની મમ્મીનું અવસાન થયું છે. આનંદ એલ રાય તેમની મમ્મી ખૂબ જ નજીક હતા. જયારે નિધનના ન્યુઝ મળતા જ તેઓ તરત ઘરે પહોંચ્યા હતા.

પ્રોડ્યૂસર શૈલેષ સિંહ પણ તેમના ઘરે સાંત્વના આપવા ગયા હતા. એક્ટર અક્ષય કુમાર પણ તેમની માતાની ચિતા ઠરી પણ ન હતી, અને આનંદ એલ રાયની માતાના અંતિમસંસ્કારમાં સામેલ થયો હતો.

તમને જણાવી દઈએ કે આનંદ એલ રાય બે ફિલ્મો અતરંગી રે અને રક્ષાબંધનમાં દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યાં છે. આનંદ એલ રાય અત્યારે સુધીમાં રાંઝણા, તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે આનંદ એલ. રાય થોડાક ટાઈમ પહેલા કોવિડ વાયરસથી સંક્રમિત થયા હતા. જોકે, હાલ તે સંપૂર્ણપણે સજા થઈ ગયા છે. આનંદ એલ. રાયે છેલ્લી ફિલ્મ `ઝીરો`નું નિર્દેશન કર્યું હતું. જોકે આ ફિલ્મ પડદા પર ખુબ જ ફ્લોપ ગઈ હતી.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. SRK સિવાય અનુષ્કા અને કેટરિના કૈફ પણ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બાદથી SRK ની કોઈ મુવી સ્ક્રીન પર રિલીઝ થઈ નથી. હવે અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ આનંદની આગામી ફિલ્મ અતરંગી રેમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આજે સવારે અક્ષય કુમારે ઇન્ટરનેટ પર ફેન્સને તેની મમ્મીના દુઃખદ અવસાનની જાણકારી આપી હતી. ચાહકો સાથે પોતાનું દર્દ શેર કરતાં અક્ષયે લખ્યું કે તે મારી તાકાત હતી અને આજે હું ઘણી પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણાનું આજે સવારે નિધન થયું. હવે માતા પિતા સાથે રહેશે. આ પહેલા અભિનેતાએ ચાહકોને માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

અક્ષયકુમારની મમ્મી પછી પ્રોડ્યુસર આનંદ એલ. રાયની માતાના નિધનથી આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આનંદ એલ. રાય અને તેનો ભાઈ રવિ રાય તેમની માતાની ખૂબ નજીક હતા. આવી સ્થિતિમાં હવે અક્ષય કુમાર પોતાના દુ:ખને સાઈડ પર રાખીને પ્રોડ્યુસર આનંદના દુઃખમાં જોડાયા છે. તાજેતરમાં જ અક્ષય કુમાર ખુદ આનંદ એલ રાયની દુઃખની પળોમાં જોડાયા છે