આણંદ BMW મેટરમાં કન્યાને લીધા વગર જ પરત ફરનારા વરરાજાએ કર્યો ધડાકો, ‘અમારા વડીલોને માર માર્યો હતો’

હાલમાં જ કેટલાક દિવસ પહેલા આણંદમાંથી એક લગ્નનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વરરાજાની BMW કાર મંડપ સુધી ન પહોંચવાને કારણે વરરાજાનો અહેમ ઘવાયો હતો અને તે ગુસ્સામાં કન્યાને લીધા વિના જ પરત ફર્યો હતો. જેને કારણે કન્યાની વિદાય હજી થઇ શકી ન હતી. પહેલા એવો મામલો સામે આવ્યો હતો કે, આ કન્યાના પિતા નથી અને તેના લગ્ન માટે ભાઈએ પોતાની જમીન ગીરવે મુકી હતી. આમ છતાં વરરાજા નવવધૂને લીધા વિના પરત ફર્યા હતા. આ ઘટનાએ તો સમગ્ર આણંદ સહિત રાજયભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

વરરાજાએ દહેજમાં 2 લાખ રૂપિયા અને બાઈક માંગી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.ત્યારે હવે આ મામલે એક નવી અપડેટ સામે આવી છે. જેમાં વરરાજાએ કન્યા પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હાલ તો આ મામલો આણંદના નાપાડવાંટા ગામમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે. વરરાજાએ આરોપ લગાવતા કહ્યુ કે, તેઓને કન્યા પક્ષ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેઓએ કન્યાને સાથે મોકલી ન હોવાનો પણ આક્ષેપ વરરાજાએ લગાવ્યો છે.

કાર માંડવે ન આવતા વરરાજા બાઇક પર પરણવા ગયો હતો એવો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે. વરરાજાએ કહ્યુ કે, તે લોકો લગ્ન માટે નાપાડવાંટા ગયા હતા પરંતુ તે લોકોએ વર પક્ષના લોકોને જયારથી આવ્યા ત્યારથી હેરાન કરી મૂક્યા હતા અને ડીજે પણ વગાડવા દીધુ ન હતુ. આ ઉપરાંત દારૂખાનું પણ ન ફોડવા દીધુ. લગ્ન પૂર્ણ થયા બાદ લગભગ બધા લોકો જતા રહ્યા હતા

ત્યારે ઘરના જ લોકો હતા ત્યારે કન્યા પક્ષના લોકોએ વર પક્ષના વડીલો સાથે મારામારી કરી હતી. જયારે વર પક્ષના લોકો નીકળતા હતા ત્યારે તેમણે કહ્યુ કે, છોકરી આપી દો એટલે જઇએ તો તે લોકોએ કહ્યુ કે તમે જતા રહો, અમારે તમારી જરૂર નથી, અમે છોકકીના બીજે લગ્ન કરાવી દઇશું.

Shah Jina