આનંદ IAS ઓફિસર ગઢવીની ઓફિસમાં કોણે મૂક્યો જાસૂસી કેમેરો? રંગરેલિયા મનાવ્યા પછી પીડિત મહિલાનું શું થયું? જાણો બધું જ
Anand Collector Ds Garhvi Suspended : સરકારી બાબુઓની વૈભવી લાઈફ સ્ટાઇલ વિશેતો આપણે બધા જ પરિચિતિ છીએ. તેઓ પગાર કરતા પણ લાંચ અને તોડપાણિ દ્વારા પણ મોટી રકમ પડાવતા હોવાના ઘણીવાર ખુલાસા થતા હોય છે. પરંતુ હાલ તાજો મામલો આણંદ માંથી સામે આવ્યો છે. જ્યાં કલેકટર સાહેબની રંગરેલીઓ તેમના ઓફિસમાં લગાવવામાં આવેલા એક ખુફિયા કેમેરામાં કેદ થઇ ગઈ. જેમાં કલેકટર એક મહિલા સાથે કઢંગી હાલતમાં હોવાનો કથિત વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
મહિલા સાથે કલેકટર કચેરીમાં જ અશ્લીલ કામ :
આ ઘટના જાન્યુઆરી મહિના પહેલા બની હોવાનું કહેવાય રહ્યું છે, જેમાં આણંદના કલેકટર ડી એસ ગઢવીનો એક મહિલા સાથેનો કથિત વીડિયો વાયરલ થયો હતો, જેના કાર્યવાહી હતા કલેકટર ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારે લોકોના મનમાં પણ એ સવાલ હતો કે આ કેમેરો તેમની કચેરીમાં કોણે ફિટ કર્યો હતો. તો આ કેમેરો બીજા કોઈએ નહિ પરંતુ કલેકટર જે મહિલા સાથે રંગરેલીઓ મનાવી રહ્યા હતા તેને જ ફિટ કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
મહિલાએ ખુદ લગાવ્યો કેમેરો :
મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા કલેકટરની આવી હરકતોથી હેરાન થઇ ગઈ હતી અને તેથી જ તેને આ કેમેરો કાર્યાલયમાં ફિટ કર્યો અને જયારે કલેકટરે આ હકરત કરી ત્યારે તે કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જૂન મહિનામાં મહિલા દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેની કાર્યવાહી હાલ કરવામાં આવી. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવતા કલેક્ટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમના સ્થાને મિલિંદ બાપનાને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કલેકટર થયા સસ્પેન્ડ :
ત્યારે કલેકટર કક્ષાના આધિકારીને સસ્પેન્ડ કરવાના મામલે ગુજરાતના વહીવટ તંત્રમાં પણ ચકચારી મચી ગઈ છે, આ ઉપરાંત આ મામલે અગ્રસચિવ કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી છે અને કલેકટર વિરુદ્ધ તપાસ કરીને હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવશે. કલેકટરના સામે આવેલા વીડિયોના મામલે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું આ મામલે કલેકટર વિરુદ્ધ આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. હવે કેતકી વ્યાસની બદલી થયા બાદ થયેલા તમામ ટ્રાન્સફર ઓર્ડરને ફરી બદલવામાં આવશે. તો 15 ઓગસ્ટ બાદ તોમર તપાસ સમિતિ આણંદ જઈ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે.
શરમ કરો! આણંદ કલેક્ટર ડી.એસ ગઢવી પોતાની ઓફિસમાં રંગરેલિયા મનાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
(ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી) #Gujarat #Anand #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/QAh9AxCTut
— Zee 24 Kalak (@Zee24Kalak) August 10, 2023