અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવર પર ટ્રક સાથે કારની ધડાકાભેર ટક્કર, જન્મદિવસ મનાવવા ગયેલા, 3 ના મૃત્યુ

અમદાવાદના 17,19 અને 20 વર્ષના ત્રણ યુવકો તરફડીયા મારી મારીને થયા મૃત્યુ, મારુતિ કારનો કચ્ચરધાણ નીકળી ગયો

ગુજરાતમાં અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ ચાલકની બેદરકારીને કારણે તો ઘણીવાર તેજ રફતારને કારણે તો ઘણીવાર વાહનમાં કોઇ ખામી સર્જાવાને કારણે અકસ્માતની ઘટના બને છે. અકસ્માતોમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ઘણા લોકોને ગંભીર ઇજા પણ થતી હોય છે. ત્યારે હાલ આણંદમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવારના રોજ સવારે તેજ રફતાર કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ કારમાં સવાર ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા, જેમાના એકનો તો જન્મદિવસ હતો. જન્મદિવસથી ઉજવણી કરી યુવકો અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા ત્યારે જ તેમને અકસ્માત નડ્યો અને તેઓ મોતને ભેટ્યા. અકસ્માતની જાણ થતા જ ખંભોળજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણે થયેલ ટ્રાફિક જામને ક્લીયર કરાવ્યો હતો.કારની ટ્રકની પાછળની બાજુએ ટક્કર થતા કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણનાં મોત થયા હતા.

અમદાવાદમાં રહેતા અમન, માર્ક ક્રિશ્ચિયન, ધ્રુમિલ, મંથન દવે, અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો કાર લઇને અમદાવાદથી વડોદરા જઇ રહ્યાં હતાં. તેઓ એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યા હતા, ત્યારે જ વ્હેરાખાડી પાસે આગળ જતી ટ્રક સાથે અથડાયા હતા અને આ દરમિયાન ધડાકાભેર ભિડંતને કારણે ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને ગાડીનો ભૂક્કો બોલાઇ ગયો હતો.

આ અકસ્માતમાં અમન, માર્કને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને કારણે બંનેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ, જ્યારે ધ્રુમિલને ગંભીર રીતે ઇજા થતા વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માતમાં મંથન અને અભિષેકને ઇજા પહોંચતા સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને બચાવ કાર્ય પણ હાથ ધર્યુ હતુ.

આ ઉપરાત પોલિસને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક જામ ક્લીયર કરાવ્યો હતો. મૃતક અમનનો જન્મદિવસ હોવાને કારણે તે ઘરેથી કેક કાપી ઉજવણી માટે નીકળ્યો હતો. પરંતુ તેને શું ખબર હતી કે તેનો જન્મદિવસ જ તેનો મૃત્યુદિવસ બની જશે. ઘટનાની જાણ થતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ શોક મગ્ન બન્યુ હતુ.

Shah Jina