ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા આજકાલ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અનમ મિર્ઝાએ તેની બહેન સાનિયા મિર્ઝા સાથેના બેચલર પિક્નિકની તસ્વીરો શેર કરી હતી. સાનિયાની બહેન અનમ સોશિયલ મીડિયામાં ઘણી એકટિવ રહે છે. ત્યારે હાલમાં અનમ મિર્ઝા તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે.
ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટ્ન મોહમ્મદ અઝહરુદીનના દીકરા મોહમ્મદ અસદ સાથે અનમ મિર્ઝા લગ્ન કરવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ હાલ જ એક ઈન્ટવ્યુ દરમિયાન સાનિયા મિર્ઝાએ કરી હતી અને સાથે-સાથે એમ પણ જણાવ્યું હતું કે વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર મહિનામાં બંનેના લગ્ન કરશે.
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા અનમ મિર્ઝાએ તેની બહેન અને મોહમ્મદ અસદ સાથે એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ફેમિલિ’.સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયા બાદ અફવાઓએ જોર પકડ્યું હતું.આ બધી અફવાઓનો ખુલાસો કરતા સાનિયા મિર્ઝાએ કહ્યુ હતું કે, અનમ એક સારા છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે
View this post on Instagram
The smile on my face when I know cake is on its way ❤ Outfit – @printsbyradhika
અને તેના લગ્ન માટે તે ખુબ જ ઉત્સાહિત છે . સાનિયાએ ભલે બંનેના લગ્નની તારીખ ન જણાવી હોય પણ આટલું કહ્યું કે આ વર્ષને અંતે એટલે કે ડિસેમ્બરમાં બંને લગ્નના બંધનમાં બંધાશે. સાનિયાએ જણાવ્યું હતું કે હાલ જ એ લોકો બેચલર ટ્રીપ માટે પેરિસ ફરી આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ખુબ સુંદર છે અને પ્રોફેશનથી તે પોતે ફેશન સ્ટાઇલિસ્ટ છે.
હાલમાં જ સાનિયા મિર્ઝાની અંગત મિત્ર ફરાહ ખાને સોશ્યલ મીડિયા પર અનમની એક તસ્વીર શેર કરી અને સાથે લખ્યું હતું કે ‘બ્રાઈડ ટુ બી’ ફરાહ ખાને પણ એમના લગ્નની પુષ્ટિ કરી છે. અને સાથે જ બીજી એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે ‘પીલો ટૉક – જયારે મિર્ઝા સિસ્ટર શહેરમાં હોય ત્યારે એમની સાથે સમય વિતાવવો જ પડે.’
જયારે 2015માં અનમે પહેલા લગ્ન કર્યા હતા ત્યારે તેમને વેડિંગ વેન્યુમાં બૉલીવુડ થીમ ગોઠવી હતી.આશા છે કે આ લગ્નમાં પણ એ આટલી જ ધમાલ મચાવે. પહેલા પતિ સાથે ડિવોર્સ મળ્યા બાદ હવે અનમ વર્ષના અંતે બીજા લગ્ન કરશે. ફેમસ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ફેશનના મામલામાં બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. થોડાક મહિના પહેલા તે બહેન અનમ મિર્ઝા સાથે પેરિસમાં રજાનો આનંદ માણી રહી હતી.ચર્ચા થઇ રહી હતી કે, અનમ જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાઈ જવાની છે. તેથી તે લગ્ન પહેલા બહેન સાથે બેચલર ટ્રીપ પર હતી.
સાનિયા મિર્ઝા તેની બહેન અનમ મિર્ઝા તેના દોસ્ત અને બહેન સાનિયા મિર્ઝા સાથે પેરિસમાં રજા માણી રહી છે. સાનિયાએ આ વેકેશનની તસ્વીરો ઇન્સ્તાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બહેન અનમ સાથે મસ્તી કરતી નજરે ચડે છે.
અનમ મિર્ઝાએ પણ રવિવવારે એક તસ્વીર શેર કરી હતી. જેમાં પાછળ લખ્યું હતું કે, ‘થવા વાળી દુલહન.’ કેમેરાની સામે અનમ હસસતી નજરે ચડી હતી. અને પચાલ બલૂન પણ લગાવ્યા હતા. જેમાં બ્રાઈડ ટુ બી લખ્યું હતું.તેણીએ સેન્સ પર પહેર્યા હતા.જ્યાં પણ બ્રાઈડ ટુ બી લખ્યું હતું. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
ઘણા લોકોએ અનમને શુભેચ્છા પણ પાઠવી હતી. અનમ મોહમ્મ્દ અસદરુદિનને ડેટ કરી રહી છે. જે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મ્દ અઝરરુદિનના પુત્ર છે. આ કપલ સોશિયલ મીડિયામાં ઘણી વાર તસ્વીર પણ શેર કરતું રહે છે.
સાનિયાના લુકની વાત કરવામાં આવે તો તેણીએ ટર્ટલ નેક ડ્રેસ પહેર્યો હતો. અને તેના તેના પર તેને ઓવરકોટ પહેર્યો હતો. સાનિયાની ઍંસેંસેરીઝની વાત કરવામાં આવે તો તેણીએ Gucciનો બેલ્ટ પહેર્યો હતો. જેની કિંમત 550 ડોલર એટલે કે, 39,229 રૂપિયા બતાવવામાં આવી રહી છે. ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તેની અંગત જિંદગીથી જોડાયેલી તસ્વીર શેર કરતી રહે છે. પેરિસ હોલીડેની ઘણી તસ્વીર શેર કરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.