ઘણીવાર વિદેશમાંથી લૂંટ અને મારપીટ સહિત અન્ય મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં કેલિફોર્નિયાના એનાહાઈમમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં 7 Elevenનાં એક સ્ટોરમાં તોફાની ટોળાંએ ભાંગફોડ કરી અને સાથે સ્ટોરમાં કામ કરતા ક્લાર્કને પણ માર માર્યો. રિપોર્ટ અનુસાર આ ઘટના રવિવારે વહેલી સવારે દોઢ વાગ્યા આસપાસ બની હતી.
ઓરેન્જ અને નોટ એવેન્યૂઝના ઈન્ટરસેક્શન પર આવેલ સ્ટ્રીટમાં આવેલા આ સ્ટોરમાં રોબરી થઈ હોવાનો પોલીસને મેસેજ મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સ્ટોરનો ક્લાર્ક ઈન્ડિયન હતો, પણ પોલીસે તેની ઓળખ જાહેર કરી નથી. જ્યારે સ્ટોર પર તોફાની ટોળું હુમલો કરવા આવ્યું ત્યારે ક્લાર્કે દરવાજો પકડીને ટોળાંને અંદર આવતાં અટકાવ્યુ પણ બે માસ્કધારી લોકોએ પહેલા ક્લાર્કને લાત મારી અને પછી દરવાજાને ધક્કો મારીને સ્ટોરમાં ઘૂસી ગયા.
આ પછી બીજા લોકો તેમની પાછળ આવ્યા. ક્લાર્કે એક સમયે તો બધાયને બહાર કાઢી મૂક્યા હતા પણ એક વ્યક્તિ મોટો પથ્થર લઈને આવ્યો અને ક્લાર્કની સામે થઈ ગયો. જોકે, લોકો સ્ટોરમાં ઘૂસ્યા પછી પણ સ્ટોરમાં કામ કરતા વ્યક્તિએ જોરદાર ટક્કર આપી પરંતુ તે વખતે એક વ્યક્તિએ પાછળથી આવીને ક્લાર્ક પર અટેક કર્યો અને તેને પાડી દીધો.
આ દરમિયાન છાતીમાં વાગતા સ્ટોરનો એમ્પ્લોઈ બૂમો પાડવા લાગ્યો હતો. સ્ટ્રીટ રેસર્સ દ્વારા ઈન્ટરસેક્શન્સ બ્લોક કરી નાખવામાં આવ્યા હોવાને કારણે પોલીસને ક્રાઈમ સીન પર પહોંચવામાં સમય લાગ્યો હતો અને પોલીસ ત્યાં પહોંચી એ પહેલા હલ્લો મચાવનારા અને લૂંટ કરનારા નાસી છૂટ્યા હતા.
Violent mob assaults 7-Eleven clerk and ransacks store in Anaheim pic.twitter.com/oAupmV5qcC
— Daily Mail Online (@MailOnline) October 8, 2024