જીવનશૈલી

બસમાં મહિલાઓની સીટ ઉપર બેઠેલા એક યુવકને જોઈ, મહિલાઓએ કહ્યા અપશબ્દો, હકીકત સામે આવી તો થઇ ગઈ બોલતી બંધ

ટ્રેન હોય કે બસ આપણે જોયું છે કે કેટલીક સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે, આ સીટો ઉપર જો કોઈ પુરુષ બેઠો હોય અને મહિલા ઉભી હોય તો તરત એ જગ્યા ઉપરથી તેને ઉભો કરવામાં આવે છે, તો ઘણા પુરુષો મહિલાઓ માટેની સીટ ના હોવા છતાં પણ પોતાની જગ્યા મહિલાઓને આપી દેતા હોય છે. ઘણીવાર આપણે એમ પણ જોયું હશે કે કોઈ મહિલા કે કોઈ એવી વ્યક્તિ આવી બાબતોનો ફાયદો પણ ઉઠાવતા હોય છે. આવી જ એક વાત તમને જણાવીશ, જે તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે.

Image Source

એક સમયની વાત છે જયારે હું બસમાં જઈ રહ્યો હતો, બસમાં ધીમે ધીમે ભીડ વધી ગઈ હતી, થોડા સમય બાદ બસ આખી જ ભરાઈ ગઈ, એકે સ્ટેશન ઉપરથી થોડી સ્ત્રીઓ બસમાં ચઢી, બેસવા માટે આસપાસ નજર ફેરવી પરંતુ તેમને કોઈ સીટ ખાલી ના મળી. બસની અંદર એક સીટ પાસે લખેલું બોર્ડ તેમને વાંચ્યું. “આ ત્રણ સીટ મહિલાઓ માટે અનામત છે.” જેમાંથી બે સીટમાં પહેલેથી જ મહિલાઓ બેઠી હતી પરંતુ એક સીટમાં એક યુવક બેસી રહ્યો હતો.

Image Source

બસમાં ઉભી રહેલી એ સ્ત્રીઓને બોલવા માટે એક વિષય મળી ગયો, તેઓ એ યુવક વિરુદ્ધ મન ફાવે તેમ અંદોરો અંદર વાતો કરવા લાગ્યા, પુરુષ જાતને પણ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા, એ સ્ત્રીઓ અંદરો અંદર જ વાતો કરી રહી હતી, યુવક પણ તેમની વાત સંભાળતો હતો, પરંતુ તે કઈ બોલ્યો નહીં, તે સ્ત્રીઓ પાસે ઉભેલા એક યુક્તિ એ કહ્યું કે “તમે સીધું જ એને કેમ નથી કહેતા?” ત્યારે સ્ત્રીઓ એ સીટમાં બેઠેલા  યુવકને કઈ કહેવાને બદલે જે વ્યક્તિએ તમેને સલાહ આપી તેની સાથે જ ચર્ચા કરવા લાગ્યા “સવાર સવારમાં કોણ માથાકૂટ કરે” એવું કહી અને સ્ત્રીઓ જ અંદરો અંદર માથાકૂટ કરવા લાગી.

Image Source

એક સ્ટેશન આવ્યું એટલે સીટમાં બેઠેલી એ વ્યક્તિને ઉતરવાનું હતું, એ વ્યક્તિના બંને પગ નહોતા, ઢસડાતા ઢસડાતા તે વ્યક્તિ બસમાંથી ઉતર્યો, એ સ્ત્રીઓની નજર એ અપંગ વ્યક્તિ તરફ જ હતી, બસમાંથી ઉતરીને જયારે એ વ્યક્તિએ સ્ત્રીઓ સામે નજર કરી ત્યારે એ સ્ત્રીઓની નજર શરમથી ઝૂકી ગઈ હતી. તેમની સાથે બસમાં બેઠેલા મોટાભાગના લોકોની નજર શરમથી ઝૂકી ગઈ હતી.

Image Source

આવું જ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. કોઈપણ વ્યક્તિની સાચી પરિસ્થિતિ જાણ્યા વિના જ તેના વિશે આપણે અભિપ્રાય પણ બાંધી લેતા હોઈએ છીએ, પરંતુ કોઈની પરિસ્થિતિ જાણ્યા વિના જ તેના વિશે કઈ પણ કહેવું એ મૂર્ખતા છે. આ નાની વાત આપણે પણ આપણા જીવનમાં ઉતારવી જોઈએ. આપણે પણ ક્યારેય કોઈની પરિસ્થિતિને જાણ્યા પહેલા તેના વિશે અભિપ્રાય ના બાંધવો જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.