ફિલ્મી દુનિયા

સલમાનની અભિનેત્રી પ્રેગ્નેન્સીમાં થઇ હતી ટોપલેસ, હવે લાડલા સાથે સમય એન્જોય કરતા જોવા મળી- જુઓ તસ્વીરો

અભિનેત્રી એમી જેક્શન આજકાલ મધરહૂડ ટાઈમ એન્જોય કરી રહી છે. આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે લાડલા Andreas ને કિસ કરી રહી છે. હાલમાં જ એમીની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં એમી લાડલા સાથે હસતા જોવા મળી છે. અક્ષય કુમારની હિરોઈન અને બૉલીવુડ એક્ટ્રેસ એમી જૈક્સન થોડા સમય પહેલા પ્રેગ્નેટ હોય વારંવાર તેના ફોટો બેબી બમ્પ સાથે શેર કરતી રહેતી હતી. એમી જૈક્સન લગ્ન પહેલા જ માતા બની હતી. થોડા સમય પહેલા જ તેના બોયફ્રેડ સાથે સગાઇ હતી હતી.

એમીએ પ્રેગ્નેન્સીની 33માં અઠવાડિયાની ટોપલેસ તસ્વીર શેર કરી હતી.એમીએ તેની તસ્વીર શેર કરતા તેના પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં ક્યાં-ક્યાં બદલાવ આવ્યા હતા તેની પણ જાણ કરી હતી.

એમીએ લખ્યું હતું કે, ‘ગ્રીસ! મે અને મારા બાળકે આખો ઉનાળો બગીચામાં જ વિતાવ્યો છે. તેને જોવાની રાહ જોઈ રહી છું. અત્યારે પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયામાં છું.’ એમીએ પ્રેગ્નેન્સીની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ દરમિયાન બેબી બંમ્પ, સ્ટ્રેચમાર્ક અને વજન વધારો બધું જ જોવા મળ્યું હતું.

એમીએ પ્રેગ્નેન્સી દરમિયાન હેશટેગ મધરહૂડ સાથે ફોટો શેર કર્યો હતો. એમીએ તેની પ્રેગ્નેન્સીની ખબર સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે જાન્યુઆરીમાં સિક્રેટ સગાઈ કરી હતી. હજુ સુધી તેઓએ લગ્ન કર્યા નથી.

પરંતુ 6 જુલાઈએ પરિવારજનોની હાજરીમાં ફરી સગાઇ કરી હતી. એમીએ તેની સગાઈના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ તસ્વીરમાં એમી અને તેનો મંગેતર જોર્જ પરિવાર એની અંગત મિત્રો સાથે પાર્ટી કરતો નજરે ચડે છે.

ખબરોનું માનીએ તો બન્ને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોર્જ એક બિઝનેસમેન છે. તેના પિતા રિયલ બિઝનેસ ટાયકૂન છે. એક ઇન્ટરવ્યૂમાં એમીએ તેની પ્રેગ્નેન્સીની વાત કરતા કહ્યું હતું કે, તેની આ પ્રેગ્નેન્સી અનપ્લાન્ડ હતી. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી આ પહેલા સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી. એમીએ 2012માં ફિલ્મ ‘એક દીવાના થી’ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

ખબરોનું માનીએ તો, એમી અને જોર્જે 2020 સુધી લગ્ન કરી શકે છે. એમી જેક્સન ફિલ્મો કરતા સોશિયલ મિડિયામાં વધારે છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ અને હોટ ફોટોના કારણે તેની ચર્ચા હમેંશા રહે છે. ઇન્ટરનેટ પર પોતાના ફોટા અને વિડિયોના કારણે તે હમેંશા ચર્ચા જગાવે છે.

એમી જેક્સને થોડા દિવસ પહેલા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કામથી રજા લેવી તે થોડી ડરામણું હતું. પરંતુ તે જરૂરી પણ હતું. બપોરે ઉઠીને અચાનક ઉઠીને તમારી પસંદગીની ચીજ ખાવી થોડા અઠવાડિયા પછી બોરિંગ થઈ જાય છે. અને એ પણ જરૂરી છે કે, તમે ઉઠો અને થોડો સમય બહાર વિતાવો. જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

Image Source

ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.

હાલ બધા જ બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ વચ્ચે એક્ટ્રેસ એમી જેક્સસ તેના દીકરાની તસ્વીર શેર કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.