બૉલીવુડ અને બ્રિટિશ એક્ટ્રેસ એમી જૈક્સન તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે. ત્યારે એમી પ્રેગ્નેન્સીને બેહદ અંદાજમાં એન્જોય કરી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેની બેબી બમ્પ તસ્વીર શેર કરી છે. એક્ટ્રેસ એમી જૈક્સન પ્રેગ્નેન્સીના સમયને એન્જોય કરી રહી છે.
તે આજકાલ તેના મંગેતર જોર્જ પાનાંયિટુ સાથે વેકેશન ગાળી રહી છે. હાલમાં જ એમ જૈક્સનને તેના મંગેતર જોર્જ પાનાંયિટુ સાથે ઘણી તસ્વીર શેર કરી છે. એમીએ એક તસ્વીર શેર કરી છે. જેમાં ત બગીચા વચ્ચે ઉભી છે. અને બેબી બમ્પને દેખાડી રહી છે.
આ પહેલા એમી જૈક્સન સોશિયલ મીડિયામાં બેબી બમ્પ સાથે ફોટો શેર કરી છે. થોડા દિવસ પહેલા એમીએ બેબી બમ્પ સાથે જિમની પણ એક તસ્વીર શેર કરી છે. સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે,’ગેમ ફેસ,મારી દરરોજ સવારમાં લડાઈ થાય છે શું મારે જિમ જવું જોઈએ કે એક વાટકો મધ ખાવું જોઈએ’.આ પરથી ખબર પડે કે પ્રેગ્નેન્સીના સમયગાળા દરમિયાન એમી ખુદને ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરે છે.
એમી અને જોર્જ આ વર્ષ જ 5 મેના રોજ લંડનમાં સગાઈ કરી હતી.આ કપલ જલ્દી જ લગ્ન કરશે.એ પણ શક્યતા છે કે બેબીના જન્મ પછી બન્ને લગ્નગ્રંથીથી જોડાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમી અને જૈક્સન 2020માં લગ્નગ્રંથિથી જોડશે. એમી અને જોર્જ ડેસ્ટિનેશન વેડિંગ પણ કરી શકે છે. એમી જૈક્સનની ગ્રેન્ડ વેડિંગ ગ્રીસમાં થઇ શકે છે.
એમી ઓક્ટોબરમાં બાળકને જન્મ આપશે. 31 માર્ચ એમીએ પ્રેગ્નેન્સીની ઓફિશિયલ જાહેરાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં એમીએ જણાવ્યું હતું કે, તેની પ્રેગ્નેન્સી અંપ્લાન્ડ હતી. પરંતુ હવે તે આ જવાબદારી લેવા તૈયાર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks