બોલિવૂડ અમેરિકન અભિનેત્રી એમી જેક્સન ખૂબ જ જલ્દી પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. ખાસ વાત એ છે કે એમી લગ્ન કર્યા વગર જ માતા બનવાની છે. ત્યારે તે પોતાની પ્રેગ્નેન્સીને ઘણા બોલ્ડ અંદાજમાં એન્જોય કરી રહી છે. તે પોતાના આ પ્રેગ્નેન્સી દરમ્યાનની બેબી બંપ સાથેની તસવીરો પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર એમીએ નવી તસ્વીર શેર કરી છે, જેમાં તે પોતાના બેબી બંપને જોતી દેખાઈ રહી છે.
પોતાના ચાહકો સાથે પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીરમાં તે બેડ પર બેસેલી દેખાઈ રહી છે અને પોતાના બેબી બંપને જોઈ રહી છે. આ તસ્વીર સાથે તેને કૅપ્શન લખ્યું છે, ‘અમારી સવાર ઇટલીમાં થઇ છે અને અમે બ્રેકફાસ્ટમાં પાસ્તા ખાઈશું.’
એમી હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન પર છે, અને તે ખૂબ જ એન્જોય કરી રહી છે. તેને થોડા દિવસો પહેલા જ પોતાના બોયફ્રેન્ડ જોર્જ પાનાયિટુ સાથે સગાઇ કરી લીધી છે અને વર્ષ 2020માં બંને લગ્ન કરી લેશે.
તે પોતાની પ્રેગ્નેન્સીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાંથી એક તસ્વીરમાં તે દરિયાકિનારે દેખાઈ રહી છે. આ તસ્વીરમાં તે ખૂબ જ ખુશ જણાઈ રહી છે.
કેટલાક દિવસો પહેલા તેમને પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે લોકો તેને પાગલ સમજે છે કે તે પ્રેગ્નેન્સીમાં પણ ટ્રાવેલ કરી રહી છે. તેને લખ્યું કે લોકોને લાગે છે કે હું પાગલ છું, જે પ્રેગ્નેન્સીમાં રોડ ટ્રિપ પર જઈ રહી છું, પરંતુ સાચું કહું છું કે આ ખૂબ જ ખાસ અનુભવ છે.
તેને ઘણી તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસ્વીરમાં તે પોતાના બોયફ્રેન્ડ અને થનાર પતિને રોમેન્ટિક અંદાજમાં કિસ કરતી દેખાઈ રહી છે. તેને આ તસ્વીરને શેર કરતા લખ્યું, ‘જો કોઈ વસ્તુથી જીવનમાં હું સંતુષ્ટ છું તો એ જ વાતથી કે તું એક સારો પિતા બનશે.’