બૉલીવુડ એક્ટ્રેસ એમી જેક્સને થોડા મહિના પહેલા એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે હાલમાં જ એમિનો પુત્ર એડ્રિયાસ એક મહિનાનો થયો છે. ત્યારે તેને તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
Andreas Jax Panayiotou ❤️ Just a little something to brighten up your Monday morning!
ત્યારે હાલમાં જ તેનો પુત્ર એંડ્રિયાસ એક મહિનાનો થતા તેને ઇન્સ્ટાગ્રામ પર તેનો વિડીયો શેર કર્યો છે. એમી જેક્સને સપ્ટેમ્બરમાં પુત્રને જન્મ આપ્યો હતો. દીકરાને જન્મ આપ્યા બાદ થોડા જ કલાકમાં સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરી હતી.
એમીએ તેના પુત્ર એડ્રિયાસનું થોડા સમય પહેલા જ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસ્વીરમાં એન્ડ્રિયાઝ બહુજ ક્યૂટ લાગી રહ્યો હતો. એમી તેના પુત્રની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
જણાવી દઈએ કે, 1 વર્ષથી ઓછા સમયગાળામાં જોર્જે એમીને પ્રપોઝ કરી દીધું હતું. ત્યારબાદ એમી પ્રેગનેન્ટ થઇ ગઈ હતી. ત્યારબાદ જોર્જે સાથે એમીએ સગાઇ કરી લીધી હતી.
એમી એની જૈક્સન 2020માં જાન્યુઆરીમાં લગ્ન કરશે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે આગામી વર્ષે પોતાના બોયફ્રેન્ડની સાથે ગ્રીસમાં લગ્ન કરી લેશે. એમી છેલ્લે રજનિકાંતની સુપરહિટ ફિલ્મ ટુમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવવામાં સફળ રહી હતી.
View this post on Instagram
એમીએ 31 માર્ચ 2019ના ઇન્સ્ટાગ્રામના ફેન્સને જાણકારી આપી હતી કે તે માતા બનવાની છે. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.
એમી જેક્સને પ્રેગ્નેન્સીના દરમિયાન પણ તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેતી હતી. એમીએ તેના બેબી શાવરની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.