અક્ષયકુમાર અને રજનીકાંત સાથે 2.0માં કામ કરવાવાળી એક્ટ્રેસ એમી જૈક્સન પ્રેગ્નેન્ટ છે. બેબી બમ્પ સાથે તેના ફોટો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જેમાં એમી બહુજ સુંદર દેખાઈ છે. એમી વારંવાર ફોટો શૂટના કારણે તો અમુકવાર તેના મંગેતર સાથે ફોટોશુટના કારણે ચર્ચામાં આવતી રહે છે.
એમીએ હાલમાં જ બેબી બમ્પ સાથેની ફોટો શેર કરી છે. જેમાં તે બ્લેક આઉટફિટ સાથે બ્લેક હેટમાં બહુજ સુંદર લાગી રહી છે. એમીએ ફોટો સાથે બહુજ સુંદર કેપશન લખ્યું છે. જે પરથી ખબર પડે છે કે, માતા બનવવાના ખ્યાલથી જ એમી કેટલી ઉત્સાહિત છે. એમીએ આ ફોટો ખેંચનાર ફોટોગ્રાફરની પણ તારીફ કરી છે. એમીએ આ વર્ષે જ 31 માર્ચએ લગ્ન પહેલા માતા બનવાનની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. એમીએ તેના ફિયાન્સ જોર્જ પનઈઓતું સાથે ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીનો ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
પ્રેગનેંન્સી દરમિયાન પણ એમી કામમાં વ્યસ્ત છે. સાથે જ ફિટ રહેવા માટે એક્સરસાઇઝ પણ કરે છે. એમીએ એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, પ્રેગ્નેન્સી પહેલા ફિટ રહેવું મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે. એમીએ વધુમાં બતાવ્યું હતું કે,પ્રેગ્નેન્સી દરમિયાન વર્કઆઉટ કરવું ગર્ભાવસ્થા અને ડીલેવરી દરમિયાન ઓછી તકલીફ આપે છે.
એમિનો મંગેતર જોર્જ બ્રિટનના અરબોપતિ પરિવારમાંથી આવે છે. એમીના મંગેતરનું નામ જોર્જ પનઈઓતું છે. જે બ્રિટિશ પ્રોપટી ટાઇકૂન એન્ડ્રિયાઝ પનઈઓતુંનો પુત્ર છે. એમી અને જોર્જ 2015થી રિલેશનશિપમાં છે. અને 2018માં ફેબ્રુઆરીમાં જોર્જ સાથેની રિલેશનશિપને સ્વીકારી હતી. હાલ બન્ને લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. ખબરોની માનીએ તો આ કપલ 2020માં ડેસ્ટિનેશન લગ્ન કરશે.
જોર્જ પાંચ ભાઈ-બહેન છે. તેની કંપનીમાં જોર્જ પ્રમુખ તરીકે કામ કરે છે. જોર્જે ત્તેના પિતાની કંપની 16 વર્ષની ઉંમરમાં જ જોઈન્ટ કરી લીધી હતી.
હાલમાં જ એમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અને જોર્જ એક બીજાને સારી રીતે જાણીએ છીએ. અમે પહેલા પણ અલગ થવાનું ક્યારે પણ નથી વિચાર્યું પરંતુ હવે અમારી વચ્ચે એક અલગ જ પ્રકારથી નજીક આવી ગયા છે. અમે અત્યારે એવા સ્ટેજ પર છે. જેના માટે અમે પહેલાથી જ તૈયાર હતા. મને નથી લાગતું કર તમે ક્યારે પણ પર્ફેક્ટ્લી કોઈ પ્લાન કરી શકો છો.