અક્ષય કુમારની હિરોઈન એમી જૈક્સન જલ્દી જ માં બનવાની છે. પરંતુ નવાઈની વાત છે કે, એમીએ હજુ સુધી લગ્ન નથી કર્યા. એમી માટે થઈને હાલમાં જ તેના બોયફ્રેન્ડે ગોદ ભરાઈ (શ્રીમંત)નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જે તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. આ તસ્વીરોમાં એમી ખુશખુશાલ જોવા મળી હતી. ખાસ વાત તો એ છે કે આ કાર્યક્રમ માટે વિશેષ થીમ રાખવામાં આવી હતી.

ગોદ ભરાઇની તસ્વીરો એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એમીએ કેપ્સનમાં લલખ્યું હતું કે, મારા નજીકના દોસ્તો અને પરિવારવાળાએ ગોદભરાઈનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

એમીના આ કાર્યક્રમ દરમિયાન તેના પરિવારજનોએ જેન્ડર રિલિવ પાર્ટી પણ રાખી હતી. જેમાં તેના ઘરવાળા અને નજીકના દોસ્તોએ જણાવ્યું હતું કે, તેના ઘરે પુત્ર આવશે. જેન્ડર રિલિવ થયા બાદ આ પાર્ટીની થીમ બ્લુ રાખવામાં આવવી હતી. આ મૌકા પર એમીએ બ્લુ કલરનું વન પીસ પહેર્યું હતું. આ પાર્ટીના પાછળના બેકગ્રાઉન્ડ પણ બહુજ સુંદર લાગી રહ્યું હતું. ગોદ ભરાઈની રસમ માટે બ્લુ કલરના ફુગ્ગા અને એવા જ કલરના ફૂલ પણ નજરે આવ્યા હતા.

એમીએ આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘સપનાનું બેબી શાવર. મારા દોસ્તો અને પરિવાર સાથે વીતાવવામાં આવેલી ખુબસુરત બપોર. મારો પુત્ર ખુબ જ લકી હશે જેની જિંદગીમાં આટલી સારી મહિલાઓ છે. ખુબસુરત ફૂલોથી બધું સજાવવા માટે ધન્યવાદ.’

આ પહેલા એમી જૈકસનની ટોપલેસ તસ્વીર પર પણ કહું ચર્ચા થઇ હતી. આ તસ્વીર શેર કરતા એમીએ જણાવ્યું હતું કે, તેના શરીરમાં ક્યાં-ક્યાં બદલવા આવ્યા છે. એમીએ તેના ગર્ભવતી હોવાની ખબર સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહી હતી.

એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચોરીછૂપીથી સગાઇ કરી હતી પરંતુ 6 જુલાઈએ પરિવારની સામે સગાઇ કરી હતી.

સિંઘ ઇસ બિલિંગમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ એમી તેના મંગેતર જોર્જ સાથે આજ વર્ષ જ લગ્ન કરવાની હતી. પરંતુ ત્યારબાદ તેને ફેંસલો કર્યો હતો કે, બાળકના થોડા મહિના બાદ 2020માં તે લગ્ન કરશે.

એમિનો મંગેતર જોર્જ અરબપતિ છે. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી બૉલીવુડ પહેલા સાઉથના ફિલ્મોમાં કામ કરતી હતી. એમીએ 2012માં ‘એક દીવાના થા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ફિક્રી અલી અને સિંઘ ઇઝ બ્લિન્ગમાં નજરે આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks