...
   

જીવન અને મોત વચ્ચે હવામાં 10 મિનિટ સુધી લટકેલા રહ્યા લોકો, કમજોર દિલ વાળા ન જુઓ આ વીડિયો

આ ઝૂલા પર બેસતા પહેલા જોઇ લો આ વીડિયો, મોતની એકદમ નજીક હતા લોકો, 10 મિનિટ સુધી હવામાં લટકેલા રહ્યા

આમ તો મનોરંજન પાર્કમાં લોકો મજા કરવા જાય છે. પોતાના બાળકો અને પરિવારના લોકો સાથે તેમજ મિત્રો સાથે લોકો મનોરંજન પાર્કમાં ખૂબ મસ્તી કરે છે પણ ક્યારેક ક્યારેક મનોરંજન પાર્કમાં લોકોનો જીવ મુસીબતમાં પણ મુકાઇ જતો હોય છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વીડિયો વાયરલ થાય છે જેમાં વધારે લોકો તેજ ગતિવાળા ટ્રેક કે પછી ઝૂલા પર સવારીનો આનંદ લેતા હોય છે. પણ અજીબોગરીબ ઝૂલાનો આનંદ લેવો બધાના બસની વાત નથી. આ ઝૂલાને જોઇને પણ ઘણા લોકોની ધડકન તેજ થઇ જતી હોય છે.

ઘણીવાર પાર્કમાં મોટા મોટા ઝૂલા અને સ્પીડ રાઇડિંગ જોવા મળે છે, જે લોકોના હોંશ ઉડાવી દે છે. વિતારો કે જો તમે એક ઝૂલામાં બેઠા હોવ અને તે અધવચ્ચે જ અટકી જાય, તો ? ચોક્કસ તમે પણ ડરી જશો અને બૂમો પાડશો. હાલમાં જ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. ચીનના અનહુઈ પ્રાંતના ફુયાંગ શહેરમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં લોકોને આવા જ ડરનો સામનો કરવો પડ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક મોટો ઝૂલો જોઈ શકાય છે,

કેવી રીતે લોકોથી ભરેલો આ ઝૂલો 10 મિનિટ સુધી હવામાં લટકતો રહ્યો, ત્યારબાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો. આ ઘટના 19 જાન્યુઆરીની કહેવામાં આવી રહી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર દરેકની હાલત ખરાબ કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઇનીઝ એમ્યુઝમેન્ટ પાર્કમાં હાજર સ્ટાફે આ વિશાળ લોલક ઝૂલાને ઠીક કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા, ત્યારબાદ કંટ્રોલ રૂમને ફરીથી શરૂ કરી શકાયો. અનેક પ્રયાસો બાદ અધિકારીઓએ પોલ પર ચડીને સ્વિંગ જાતે જ ઠીક કરવાનો નિર્ણય લીધો હતો.

પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વિંગ પર લોકોની સંખ્યા વધુ હતી, મર્યાદા કરતાં વધુ વજનના કારણે આવું બન્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ પેન્ડુલમ સ્વિંગને ઠીક કરવામાં વ્યવસ્થાપિત કરી અને તેને 10 મિનિટમાં કાર્યરત કરી દેવામાં આવી. એમ્યુઝમેન્ટ પાર્ક સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પ્રવાસીઓને રિફંડ પણ જારી કર્યા હતા અને આ ઘટનાથી ઘાયલ થયેલા લોકો માટે તબીબી ખર્ચમાં મદદ કરવાની ઓફર કરી હતી.

Shah Jina