વધતી જતી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહિણીના બજેટ પર હવે ઓછો માર પડશે. કારણ કે, અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે, દૈનિક વપરાશમાં ઉપયોગમાં લેવાતું દૂધ હવે સસ્તું થયું છે. હવે ‘ચા’નો સ્વાદ વધારે મીઠો લાગશે.
અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી એટલે કે 24 જાન્યુઆરીથી જ લાગુ કરાયો છે.
દૂધનો નવો ભાવ
1. અમૂલ ટી સ્પેશિયલ દૂધનો જુનો ભાવ 62 રૂપિયા પ્રતિ લિટર હતો. જ્યારે, નવો ભાવ 61 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે.
2. અમૂલ ગોલ્ડ દૂધનો જુનો ભાવ 66 રૂપિયા પ્રતિ લિટર હતો. જ્યારે, નવો ભાવ 65 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે.
3. અમૂલ તાજાનો જુનો ભાવ 54 રૂપિયા પ્રતિ લિટર હતો. જ્યારે, નવો ભાવ 53 રૂપિયા પ્રતિ લિટર કરાયો છે.
અમૂલ ડેરી દ્વારા અગાઉ કરાયો હતો ભાવ વધારો
ઉલ્લેખનીય છે કે, 4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં, અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.