ખબર

ગુજરાતની આ બ્રાન્ડ હવે વિશ્વસ્તરે આપશે પેપ્સી અને કોકાકોલાને પણ ટક્કર, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

આપણા દેશની અંદર ઘણા પ્રકારના પીણાં પીવામાં આવે છે. જેમાં પેપ્સી અને કોકાકોલાની બ્રાન્ડના પીણાં મુખ્યત્વે વધારે પીવામાં આવતા હોય છે. પરંતુ હેવ આ કંપનીઓને ટક્કર આપવા માટે બજારની અંદર ગુજરાતની બ્રાન્ડ અમુલ ઉતરી ગઈ છે.

Image Source

ડેરી કંપની અમુલ દ્વારા એક નવું હેલ્દી પીણું “અમુલ ટ્રુ સેલ્જર” (Amul Tru Sltzer) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પીણામાં દૂધ ઉપરાંત ફળોનો રસ અને કાર્બોનેટેડ શીતળ પીણાંની જેમ જ ફીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમૂલનું કહેવું છે કે ભારતમાં આ પ્રકારનું પહેલીવાર છે જ્યાં આ પ્રકારનું સેલ્જર લોન્ચ કરવામાં આવ્યું છે. અમુલ ટ્રુ સેલ્જર હાલમાં લીંબુ અને સંતરાના બે સ્વાદમાં ઉપલબ્ધ છે. આ પીણાંની 200 ગ્રામની બોટલની કિંમત પણ માત્ર 15 રૂપિયા જ રાખવામાં આવી છે.

Image Source

અમુલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઓરેન્જ સેલ્જરમાં 10 ટકા સંતરાનો રસ છે, તેની અંદર કોઈપણ આર્ટિફિશિયલ રંગ અથવા સ્વાદનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જો ગળપણની વાત કરવામાં આવે તો ફક્ત 10 ટકા ખાંડને અલગથી મેળવવામાં આવી છે.

Image Source

તો એજ રીતે લેમન સેલ્જરમાં 5 ટકા લીંબુનો રસ અને મીઠાસ માટે 9 ટકા ખાંડ છે. આ પીણાને તમામ પ્રકારની ઉંમરના લોકો પી શકે છે. આ બંને ઉત્પાદન હાલમાં ગુજરાતમાં જ મળી રહ્યા છે. જલ્દી જ તેને સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમુલ જલ્દી જ તેની અંદર કોલા, જીરા અને એપ્પલ જેવી ઘણી જ નવી વેરાયટી લોન્ચ કરશે. બધા જ અસલી ફળોમાંથી બન્યા હશે અને પેક બોટલમાં મળશે. બધા જ ફ્લેવરને સ્માર્ટ કેન પેકેજીંગમાં પણ લોન્ચ કરવામાં આવશે. અમૂલનું કહેવું છે કે વૈશ્વિક સ્તર ઉપર સેલ્જર્સ જ્યુસ અને દિલચસ્પ ફ્લેવરનું મિશ્રણ થાય છે. આ પશ્ચિમી દેશોમાં સૌથી ઝડપથી આગળ વધનારી કેટેગરી બની છે.