ખબર ફિલ્મી દુનિયા

અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા મલાઇકા અરોરા, કરીના કપૂર અને કરિશ્મા કપૂર, જુઓ પાર્ટીના ફોટોઝ

બોલિવુડ એકટ્રેસ અમૃતા અરોરાના ઘરે તેના બર્થ ડેની સ્પેશિયલ અને શાનદાર પાર્ટીનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યુ હતું. અમૃતાની બર્થ ડે પાર્ટીના અવસર પર બોલિવુડ એકટ્રેસ કરિના કપૂર, કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, નતાશા પૂનાવાલા મહીપ કપૂર અને સીમા ખાન પણ પહોંચ્યા હતા. અમૃતાએ તેના જન્મદિવસની પાર્ટી તેના મુંબઇ સ્થિત ઘરે રાખી હતી. મલાઇકા અરોરાએ આ સેલિબ્રેશનની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

તમને જણાવી દઇએ કે, અમૃતા અરોરા મલાઇકા અરોરાની નાની બહેન છે અને તેણે તેનો 43મો જન્મદિવસ મનાવ્યો હતો. મલાઇકા અરોરાની ખાસ મિત્ર કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ બર્થ ડે સેલિબ્રેટ કરવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર અમૃતાના જન્મદિવસના ફોટોઝ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Arora (@amuaroraofficial)

બર્થ ડે પાર્ટીમાં કરીના જોવા મળી હતી અને તમને જણાવી દઇએ કે, કરીના કપૂર પ્રેગ્નેન્ટ છે અને તે જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. કરીના ઉપરાંત પણ આ પાર્ટીમાં કરિશ્મા કપૂર જોવા મળી હતી. તેણે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. મલાઇકા પણ વ્હાઇટ કલરના શર્ટ અને વ્હાઇટ બુટમાં નજરે પડી હતી.

અમૃતાની બર્થ ડે પાર્ટીના ફોટોઝ પર ફેન્સથી લઇને બોલિવુડ સેલેબ્સ સુધી બધાએ અમૃતાને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor)

કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા પર અમૃતા અરોરા સાથે એક ફોટો શેર કર્યો હતો અને લખ્યુ હતુ કે, હેપ્પી બર્થ ડે અમોલસ લવ યુ.. અમૃતાની બહેન મલાઇકા અરોરાએ પણ બહેન સાથે ફોટો શેર કર્યો હતો અને લખ્યુ હતુ કે, હંમેશા તારી સાથે મારી નાની બહેન, સાથે હસવુ, રોવું, જમવુ, ઝઘડવું, જમવાનું બનાવુ અને કોઇ પણ સફરમાં સાથે રહેવુ. લવ યુ, તને ઘણો બધો પ્રેમ..