જાણવા જેવું હેલ્થ

કુદરતની સજીવો માટેની ભેટ એટલે અમૃત વેલ, જાણો શું છે આ અમૃત વેલના ફાયદાઓ

આપણા આયુર્વેદમાં એક વેલા વિશે લખાયેલું છે, જેને અમૃત વેલો કહેવામાં આવે છે, જો કે તેને અમૃતવેલો કહેવા પાછળ પણ એક અનોખી વાર્તા છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે ઘણી વસ્તુઓ નીકળી, જેમાં અમૃત ખૂબ જ મહત્વપૂર્ણ હતું જે દેવતાઓને પ્રાપ્ત થયું હતું. પરંતુ દાનવો તે અમૃત છીનવીને ભાગવા લાગ્યા. ભાગવાની ઉતાવળમાં જ્યાં જ્યાં તે અમૃતના ટીપા પૃથ્વી પર પડ્યા ત્યાં ત્યાં આ વેલા ઉગી નીકળ્યાં. જેનું લાખો લોકોએ સેવન કરીને ઘણી બધી બીમારીઓથી છુટકારો મેળવ્યો હતો અને આજના સમયમાં પણ લોકો ઉપયોગમા લે છે અને અનેક જાતની બીમારી દૂર કરે છે. એટલા માટે તેને અમૃતના વેલાના નામે ઓળખાય છે.

Image Source

આ દિવ્ય ઔષધિને ગળો તથા ગીલોયના નામથી પણ ઓળખવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનની અનેક શોધોમા સાબિત થયું છે કે ગળાનો ઉપયોગ બીમારીને રોકવા અને તેનાથી બચવા માટે ઘણું ઉપયોગી છે. ચિકનગુનિયા જેવા વાયરલ રોગ જે મટી ગયા પછી પણ દર્દીઓ મહિનાઓ સુધી સાંધાના દુઃખાવાને લીધે પરેશાન થઈ જાય છે. એવા સમયે આ ગળાનો ઉપયોગ કરવામાં આવે તો સાંધાનો દુઃખાવો જડથી ખતમ થઈ જાય છે.

નોંધ: રોજ સવારે ગળાના પાનનો રસ અડધો ગ્લાસ ભૂખ્યા પેટે એ લેવો. જો તમારા ઘરે કે આજુબાજુ ગળાનો વેલો ન હોય તો કેટલીક આયુર્વેદિક કંપની ઉપલબ્ધ છે (પતંજલિ, હિમાલયા) જે આ ગળાની દવા “ગીલોય ઘણવટી”ના નામથી વેચે છે.

Image Source

ગળાના ફાયદા

૧. ગળાનો ઉપયોગ કેન્સરને રોકવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

૨. સાંધાના દુખાવાને જડથી દૂર કરે છે.

૩. ગળાનો ઉપયોગ રોજ કરવાથી શરીરમાં રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે જેનાથી કોઈપણ રોગ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે.

૪. શરીરની કમજોરીને દૂર કરે છે.

૫. ગળાનો ઉપયોગ રોજ કરવામાં આવે તો તે શરીરમાં રહેલા ટોક્સીન દૂર કરે છે. અને તે લોહી શુદ્ધ કરે છે.

Image Source

૬. ફક્ત એક જ મહનામાં જ ડાયાબિટસ કન્ટ્રોલમા આવી જાય છે.

૭. વાયરલ રોગ થતા બચાવે છે જેવા કે ડેંગ્યૂ, ચિકનુનિયાના, સ્વાઇન્ફ્લું, સર્દી, ખસી, તાવ.

બની શકે તો તમે પણ આ દિવ્ય ઔષધિ ઉપયોગમા લો અને જીવનમાં થતાં નાના મોટા બધા જ રોગોને ટાટા બાય બાય કહી દો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks