આ જોડિયા ભાઈઓના સાહસને સલામ છે, સરકાર દ્વારા આપવામાં આવી બંનેને એવી ક્રિસમસ ગિફ્ટ કે સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે

આજની પોઝિટિવ સ્ટોરી: જન્મતા જ આ જોડિયા બાળકોને માતા-પિતાએ તરછોડી દીધા, આજે તેમને પણ થતો હશે અફસોસ, બંને ભાઈઓ આજે કરી રહ્યા છે મોટું કામ..જાણીને સલામ કરશો

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની કહાનીઓ વાયરલ થતી હોય છે જે કોઈને પણ ભાવુક કરી દે, ત્યારે હાલ પંજાબના અમૃતસરના જોડિયા ભાઈઓ સોહના અને મોહનાની કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. આ બંને જોડિયા ભાઈઓને સરકાર દ્વારા ક્રિસમસ ઉપર ખાસ ભેટ આપવામાં આવી છે.

પંજાબ સ્ટેસ્ટ પાવર કોર્પોરેશન લિમિટેડ (પીએસપીસીએલ)માં આ બંને જોડિયા ભાઈઓને નોકરી મળી છે. એક અધિકારી દ્વારા તેની જાણકારી અપાતા જણાવવામાં આવ્યું છે કે 19 વર્ષીય સોહનાને નોકરી મળી ગઈ છે અને તેમને 20 ડિસેમ્બરના રોજથી જ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તે હવે મોહના સાથે મળીને પીએસપીસીએલમાં વીજળી ઉપકરણોની દેખરેખ રાખશે.

સ્ટેટ પાવર કોર્પોરેશનમાં નોકરી મળ્યા બાદ બંને જોડિયા ભાઈઓ સરકાર દ્વારા મળેલી આ ક્રિસમસ ગિફ્ટથી ખુબ જ ખુશ છે. બંને ભાઈઓ દ્વારા તેમને આ મોકો મળવા માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે “અમે નોકરી મેળવીને ખુબ જ ખુશ છીએ અને અમે 20 ડિસેમ્બરથી ઓફિસ જોઈન કરી લીધી છે. અમે પંજાબ સરકાર અને પિંગલવાડા ઇન્સ્ટિટ્યુટનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેમને અમને આ અવસર માટે સ્કૂલી શિક્ષા આપી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ભાઈઓને શરૂઆતમાં 20 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ બંને જોડિયા ભાઈઓને બે હૃદય, બે જોડી ગુર્દા,  બે જોડી હાથ અને કરોડરજ્જુનું હાડકું છે. પરંતુ તેમનામાં એક જ લીવર, પિત્તાશય અને એક જોડી પગ છે.

આ ભાઈઓનો જન્મ 14 જૂન 2003ના રોજ નવી દિલ્હીની સુચેતા કૃપાલાની હોસ્પિટલમાં થયો હતો. જન્મ બાદ તેમના માતા-પિતાએ પણ તેમને તરછોડી દીધા હતા. જેના બાદ તેમને એઇમ્સમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યા. જો કે ત્યાં તેમાંથી એકના જીવને ખતરો હોવાના કારણે ડોકટરે તેમને અલગ ના કરવાનો નિર્ણય કર્યો.

Niraj Patel