નશામાં ઉડતું પંજાબ : જુઓ નશાનું ઇન્જેક્શન લીધા પછી કેવી થઇ રહી છે લોકોની હાલત, એક યુવક અને યુવતીનો વીડિયો વાયરલ

દેશભરમાં નશાનું જોર વધતું જઈ રહ્યું છે, ખાસ કરીને યુવાનો નશાના આદિ બની રહ્યા છે. ગુટખા, સિગારેટ ઉપરાંત લોકો હવે ડગ તરફ પણ વળી ગયા છે, ઘણીવાર પોલીસ દ્વારા છાપામારી કરીને નશાના કારોબારનો પર્દાફાશ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે આ બધા વચ્ચે પંજાબ તો જાણે નશાનું હબ બની ગયું છે. પંજાબના અમૃતસરમાં એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નશાની હાલતમાં રસ્તા પર ઝૂલતો જોવા મળી રહ્યો છે.

આ યુવકની હાલત એટલી ખરાબ છે કે તે ભાગ્યે જ એક ડગલું પણ ચાલી શકે છે. તે સીધો ઊભો પણ નથી રહી શકતો. રસપ્રદ વાત એ છે કે, આ મતવિસ્તારના ધારાસભ્ય જીવન જીત કૌર આમ આદમી પાર્ટીના છે, જે ગત પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ચર્ચાનો વિષય હતા. તેમણે રાજ્યમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના વરિષ્ઠ નેતા વિક્રમ મજીઠિયાને હરાવ્યા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા આ વિસ્તારની એક યુવતીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

હવે અમૃતસર શહેરનો મકબૂલપુરા વિસ્તાર લગભગ બેભાન હાલતમાં યુવકનો વીડિયો સામે આવ્યા બાદ ચર્ચામાં આવ્યો છે. આ માણસ રસ્તા પર ચાલવા માટે એકલા જ લડતો જોઈ શકાય છે. જાણે તે આગળ વધવા માંગે છે, પરંતુ શરીર તેને સાથ નથી આપતું. જો કે, બેકગ્રાઉન્ડમાં એક વ્યક્તિનો અવાજ સંભળાય છે, જે કહે છે કે કદાચ સ્મેકની અસરમાં આવ્યા પછી આવું થયું હશે.

અગાઉ રસ્તા પર આવી જ હાલતમાં ચાલતી યુવતીનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ત્રણ લોકોની ધરપકડ કરી. પરંતુ થોડા દિવસો બાદ આ યુવકનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કાર્યવાહીનો પર્દાફાશ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીના પરિવારે તેને છોડી દીધી હતી, ત્યારબાદ તે નશા મુક્તિ કેન્દ્રમાં રહે છે.

Niraj Patel