હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠતા જ મચી ગયો હડકંપ, જીવ બચાવીને ભાગતા રહ્યા લોકો, નજારો જોઈને ફફડી ઉઠશો

600 કરતા પણ વધારે દર્દીઓથી ભરેલી હોસ્પિટલમાં અચાનક લાગી ગઈ આગ, ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા, જુઓ વીડિયો

ભારતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, હજુ પણ દિલ્હીમાં લાગેલી આગ હોલવાઈ નથી ત્યાં હવે વધુ એક લાગવાના સમાચારે લોકોના જીવ અઘ્ધર કરી દીધા છે. દિલ્હીમાં લાગેલી આગમાં અત્યાર સુધી 27 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે હવે પંજાબના અમૃતસરની ગુરુનાનક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આગ લાગી હતી. આ ટ્રાન્સફોર્મર્સ એક્સ-રે યુનિટની પાછળની બાજુએ મૂકવામાં આવ્યા હતા. આગ ઝડપથી ફેલાઈ ગઈ. ઉતાવળમાં હોસ્પિટલના વિવિધ વોર્ડમાં સારવાર હેઠળના 600થી વધુ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ડૉક્ટરો ઓપરેશન થિયેટરમાં દર્દીની સર્જરી પણ કરી રહ્યા હતા.

આગ લાગતા તબીબ અને દર્દી બહાર આવ્યા હતા. આ ઘટનામાં એક કર્મચારીનું સ્કૂટર પણ બળી ગયું હતું. તમામ દર્દીઓને બહાર કાઢીને રસ્તા પર લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફસાયેલા કેટલાક દર્દીઓને બહાર કાઢવા માટે બારીઓ પણ તોડી નાખવામાં આવી હતી, કારણ કે ધુમાડો ખૂબ જ હતો.

આ ઘટના ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. શનિવાર હોવાથી ઓપીડીમાં કોઈ દર્દી નહોતા, પરંતુ 650 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ઓપીડીની પાછળની બાજુએ અને એક્સ-રે યુનિટની નજીક બે ટ્રાન્સફોર્મર છે. તેઓ સમગ્ર હોસ્પિટલને વીજળી પહોંચાડે છે. બપોરે આ ટ્રાન્સફોર્મર અચાનક ફાટતા તેમાં આગ લાગી હતી. જ્વાળાઓ ખૂબ જ ઊંચી ગઈ. ટ્રાન્સફોર્મરની ઉપર જ સ્કીન વોર્ડ છે. ધુમાડો એટલો વધારે હતો કે વોર્ડના દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવા પડ્યા હતા.

ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. દર્દીઓને ગૂંગળામણ થવા લાગી. આ પછી તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર રોડ પર લાવવામાં આવ્યા હતા. નાસભાગના કારણે અનેક દર્દીઓને બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી બાદ ફાયર વિભાગ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ પહોંચી ગયા હતા. ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Niraj Patel