મનોરંજન

અમૃતા રાવ અને આર.જે અનમોલના ઘરે ગુંજી ઉઠી કિલકારી, દીકરાને આપ્યો જન્મ

લગ્નના ચાર વર્ષ બાદ એક્ટ્રેસ અમૃતા રાવના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. વિવાહ ફેમ બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ માતા બની ગઈ છે. અમૃતા અને આર જે અનમોલનાં સૂત્રોએ આ વાતની જાણકારી આપી હતી. અમૃતા રાવ અને આરજે અનમોલએ ગત દિવસોમાં ખુશખબર અંગે જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી. અમૃતા અને આરજે અનમોલએ આશીર્વાદ અને શુભકામના માટે બધાનો આભાર વ્યક્ત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AMRITA RAO (@amrita_rao_insta) on

અમૃતા રાવ રવિવાર સવારે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ઘરમાં નવું મહેમાન આવવાથી બધા લોકો ખુશ છે. આરજે અનમોલ પિતા બન્યા બાદ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલેવરી સમયમાં ઓપરેશન થીએટરમાં અમૃતાનો પતિ અનમોલ હાજર રહ્યો હતો. અમૃતાના માતા બનવાની જાણકારી ફેન્સને મળતા જ સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AMRITA RAO (@amrita_rao_insta) on

અમૃતા રાવે લાંબા સમય સુધી ગર્ભવતી હોવાની વાતને છુપાવી રાખી હતી. નવમાં મહિનામાં તેમણે સોશિયલ મીડિયા દ્વારા વાતની જાણકારી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by ❣ ❣ (@stardum24) on

અમૃતાએ 19 ઓક્ટોબરના રોજ ખુલાસો કર્યો હતો કે તે નવ મહિનાની ગર્ભવતી છે. તેણે અનમોલ સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા એક સુંદર તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં અભિનેત્રી વ્હાઇટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી, જ્યારે આરજે બ્લેક ટી-શર્ટ અને વ્હાઇટ શોર્ટ્સમાં જોવા મળ્યો હતો.