મનોરંજન

ઘરના લોકોથી વિરુદ્ધ જઈને સૈફ-અમૃતાએ કર્યા હતા લગ્ન, આ હતું રિલેશન તૂટવાનું કારણ

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં 80 ના દશકમાં માધુરી દીક્ષિત, રેખા અને શ્રીદેવીની સાથે સાથે અભિનેત્રી અમૃતા સિંહ પણ પોતાની એક અલગ જ ઓળખ ધરાવતી હતી. અમૃતાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે, અમૃતા સિંહની કારકિર્દી ખુબ સફળ રહી પણ પોતાના વ્યક્તિગત જીવનને લીધે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ગઈકાલ એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ અમૃતા સિંહનો જન્મદિસવ હતો, આ મૌકા પર આજે અમૃતા સિંહના જીવનની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

9 ફેબ્રુઆરી 1958 ના રોજ દિલ્લીમાં જન્મેલી અમૃતા સિંહ 62 વર્ષની થઇ ચુકી છે. ફિલ્મ બેતાબમાં તેણે સની દેઓલ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મના ગીતો પણ ખુબ સુપરહિટ રહ્યા હતા. પ્રોફેશનલી રૂપે તેની જોડી સની દેઓલ અને અનિલ કપૂર સાથે સુપરહિટ રહી હતી પણ પર્સનલ જીવન માટે તેણે જીવનસાથી સ્વરૂપે પોતાનાથી 12 વર્ષ નાના નવાબ અને અભિનેતા સૈફ અલી ખાનને પસંદ કર્યા.

Image Source

બંન્નેએ વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા અને 13 વર્ષ પછી બંન્નેએ છૂટાછેડા લીધા હતા. બંન્નેની મુલાકાત તે સમયે થઇ હતી જ્યારે અમૃતા સિંહ કામીયાબીના શિખર પર હતી પણ સૈફ અલી ખાન નવા નવા આવ્યા હતા અને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવામાં લાગેલા હતા.

Image Source

બંનેની મુલાકાત એક ફિલ્મના સેટ પર થઇ હતી અને સૈફ અમૃતાને પસંદ કરવા લાગ્યા હતા. તે સમયે સૈફ માત્ર 21 વર્ષના અને અમૃતા સિંહ 33 વર્ષની હતી. એવામાં એકવાર ડિનર માટે સૈફ અમૃતાના ઘરે ગયા હતા અને ત્યારે જ લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો ને અમૃતાએ તરત જ હા કહી દીધી હતી.

Image Source

જો કે સૈફનો પરિવાર ઈચ્છતો ન હતો કે સૈફ પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કરે. જેથી બંન્નેએ ઘરના લોકોથી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા હતા.

Image Source

લગ્ન પછી અમૃતાએ પોતાની કારકિર્દી છોડીને પરિવાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. બંન્નેના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન છે. જો કે ધીમે-ધીમે બંન્નેના પ્રેમ વચ્ચે ઘણા બધા મતભેદો આવવા લાગ્યા અને બંન્નેને એકબીજા પર તાલમેલ કરવું મુશ્કેલ થઇ ગયું હતું. અમૃતાનું માનવું હતું કે સૈફ હંમેશા તેની સામે અન્ય મહિલાઓના વખાણ કર્યા કરતા હતા અને તે અમૃતાને બિલકુલ પણ પસંદ ન હતું.

Image Source

જો કે આ વાત સૈફે પણ કબૂલી હતી કે સંબંધોને લઈને તે ખુબ જ ગેરજવાબદાર બની ગયા હતા. જેને લીધે અમૃતા સાથેનો તેનો સંબંધ વધારે ટકી ન શક્યો. વર્ષ 2004 માં અમૃતા-સૈફ અલગ થઈ ગયા. છૂટાછેડા માટે સૈફ અલી ખાનની ઇટાલિયન ગર્લફ્રેન્ડ રોજાને જવાબદાર ગણવામાં આવી હતી જો કે રોજા સાથેની સૈફની રિલેશન પણ કઈ લાંબા સમય સુધી ટકી શકી ન હતી. જેના પછી વર્ષ 2007 માં સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ