મનોરંજન

કરીનાના પ્રેગ્નેટ થવાના સમાચાર ઉપર આવું હતું સૈફ અલી ખાનની પહેલી પત્નીનું રિએક્શન, જુઓ શું કહ્યું હતું

જયારે કરીના કપૂરની પ્રેગ્નન્સી થઇ તો સૈફની પૂર્વ પત્ની અમૃતા સિંહે ફોન પર કહી દીધી હતી આટલી મોટી વાત

અભિનેત્રી કરીના કપૂર હવે બીજીવાર માતા બનવા જઈ રહી છે, એ ખબર તો હવે બધા જ જાણી ગયા છે. કરીનાના બીજીવાર માતા બનવા ઉપર બોલીવુડના સીતારાઓથી લઈને તેના ચાહકો પણ તેને શુભકામનાઓ આપવા લાગી ગયા છે. ત્યારે આ બધા વચ્ચે જ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહનું રિએક્શન પણ ચર્ચામાં આવ્યું છે.

Image Source

આ વાત છે ચાર વર્ષ પહેલાની જયારે કરીના કપૂર પહેલીવાર પ્રેગ્નેટ થઇ હતી. એ દરમિયાન જ એક રિપોર્ટરે અમૃતા સિંહને ફોન કરીને આ વાત ઉપર પોતાનું રિએક્શન આપવા માટે જણાવ્યું હતું.

Image Source

જયારે રિપોર્ટરે કરીનાને ફોન કરીને પૂછ્યું કે કરીનાનાં માતા બનવાની ખબર ઉપર તમારી શું પ્રતિક્રિયા છે ત્યારે અમૃતા આ વાતથી થોડી નારાજ થઇ ગઈ હતી.

Image Source

અમૃતાએ ગુસ્સામાં કહ્યું હતું કે: “તમે આવો સવાલ કરવાની હિંમત પણ કેવી રીતે કરી શકો છો? તમે કોણ છો? મને બીજીવાર ફોન ના કરતાં.”

Image Source

અમૃતા સિંહ આજે પણ કરીના અને તેના દીકરા તૈમૂર વિશે વાત કરવાનું પસંદ નથી કરતી. એટલું જ નહીં અમૃતાના બાળકો સારા અને ઇબ્રાહિમ તેમની સાવકી મા કરીનાની ખૂબ જ નજીક છે અને તેમની સાથે જોવા પણ મળે છે. તો, અમૃતા ક્યારેય કરીના સાથે જોવા મળી નથી.

Image Source

સૈફ અલી ખાને વર્ષ 1991માં તેનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 13 વર્ષ સુધી બંને સાથે રહ્યા અને વર્ષ 2004માં તેમના છૂટાછેડા થઈ ગયાં હતા. આ છૂટાછેડાના લગભગ 8 વર્ષ બાદ સૈફે તેનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યાં. કરીનાએ તૈમૂરને 20 ડિસેમ્બર 2016 ના રોજ જન્મ આપ્યો હતો. તૈમુર હવે ચાર વર્ષનો થવાનો છે.

Image Source

કરીના નવા વર્ષમાં ફેબ્રુઆરી-માર્ચમાં તેના બાળકને જન્મ આપશે. કરીના-સૈફ પુત્ર કે પુત્રીના માતાપિતા બનશે તે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ, બેંગલોરના જ્યોતિષવિદ પંડિત જગન્નાથ ગુરુજીએ કરીના-સૈફના ઘરે આવનારા મહેમાનનો ખુલાસો કર્યો છે.

Image Source

પંડિતજીએ જણાવ્યું હતું કે, “જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને તેનો ચહેરો વાંચ્યા પછી હું અનુમાન કરું છું કે આ દંપતી દીકરીનું સ્વાગત કરશે.” પંડિતજીના મતે સૈફ-કરીનાને મમ્મી-પાપા કહેનારી દીકરી હશે.

Image Source

કરીનાએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: “તૈમૂરના સમયે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે બધા મને ઘણું બધું ખાવાનું કહેતા હતા અને તેથી જ મારું વજન 25 કિલો વધ્યું છે. મારે ફરીથી એવું કામ નથી કરવું. મારે હાલ હેલ્દી ખાવાનું છે અને ફિટ રહેવું છે.

Image Source

વધુમાં કરીનાએ કહ્યું હતું “મને લાગે છે કે પ્રથમ પ્રેગનેન્સી દરમિયાન બધા કહેતા હતા કે, પરાઠા ખા, ઘી ખા, દૂધ પી. પરંતુ હવે હું કહું છું કે મેં આ પહેલાં પણ આ બધું કર્યું છે. હું જાણું છું કે મારા શરીરને શેની જરૂર છે.” કરીનાએ આગળ કહ્યું “મારા ડોકટરે કહ્યું છે કે તમે બે લોકોનું ખાવાનું ના ખાવ ફક્ત સારું ખાવ અને તમારી સંભાળ રાખો.”

Image Source

આ મહિનાના અંતમાં આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ દિલ્હીમાં શરૂ થશે. આ ફિલ્મમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ શૂટિંગ કેટલાક અઠવાડિયા સુધી ચાલે તેવી સંભાવના છે.