
ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’,’મૈં હું ના’, ‘વિવાહ’ અને ‘જોલી એલ એલ બી’ જેવી ફિલ્મોમાં અભિનય અને એક સામાન્ય અને સુંદર ઇમેજ દર્શકો વચ્ચે કાયમ કરીને લોકપ્રિય બનેલી અભિનેત્રી અમૃતા રાવએ વર્ષ પહેલા લગ્ન કરીને પોતાનો સંસાર માંડ્યો હતો.ફિલ્મોથી દૂર રહેવાની બાબતે અમૃતાનું કહેવું છે કે બદલાતા સમયની સાથે સાથે સિનેમા પણ બદલાઈ રહ્યું છે.
અમૃતાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2002 માં આવેલી ફિલ્મ ‘અબ કે બરસ’ દ્વારા કરી હતી ફિલ્મમાં તેની સાથે આર્ય બબ્બર પણ નજરમાં આવ્યા હતા. અમૃતાએ પોતાના કેરિયરની શરૂઆત મોડેલિંગ દ્વારા કરી હતી.હાલમાં જ 7 જૂન ના રોજ અમૃતાએ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.ફિલ્મો કરતા વધારે તે પોતાના વિવાહિત જીવનને વધારે એંજોય કરી રહી છે. લગભગ 5 વર્ષ પછી અમૃતા ફિલ્મ ઠાકરે માં નજરમાં આવી હતી.શાહિદ કપૂર સાથેની ફિલ્મ વિવાહમાં અમૃતાને ખુબ લોકપ્રિયતા મળી હતી.

અમૃતાએ વર્ષ 2007 માં તેલુગુ ફિલ્મ અતિધી થી ડેબ્યુ કર્યુ હતું ફિલ્મમાં અમૃતાના હીરો મહેશ બાબુ હતા જેના પછી તે 2013 સુધી ઘણી તેલુગુ અને બૉલીવુડ ફિલ્મોમાં નજરમાં આવી હતી જો કે તેને કઈ ખાસ સફળતા મળી ન હતી.હાલ અમૃતા ફેશન શો કરી રહી છે. અમૃતા એ આજ સુધી એકપણ ફિલ્મોમાં ઇન્ટીમેન્ટ સીન્સ નથી આપ્યા.
View this post on Instagram
Me & my #SpritzVeneziano🍷😊 . . . #EuropeDiaries #aperolspritz #winecocktails #Veneto #Venice
કેરિયર વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં અમૃતાએ કહ્યું હતું કે,”ઇન્ડસ્ટ્રીમાં મારા કોઈ ગોડ ફાધર નથી અને ના તો કોઈ સુપરસ્ટાર બોયફ્રેન્ડ જે મને સપોર્ટ કરે.વર્ષ 2010 માં મેં અમિતાભ બચ્ચન,તબ્બુ અને અર્જુન રામપાલની સાથે એક મોટી ફિલ્મ સાઈન કરી હતી મને પુરી ફી પણ મળી ગઈ હતી પણ કોઈ કારણને લીધે આ ફિલ્મ બની ના શકી. જે મારા કેરિયરનો સૌથી ખરાબ સમય હતો.મેં ખુબ સમય અને કામ બંને ગુમાવી દીધું હતું”.
ફિલ્મો છોડીને લગ્ન કરવા પર અમૃતા એ કહ્યું કે,”મેં મારા કેરિયેરની શરૂઆત ખુબ જ નાની ઉંમરમાં જ કરી નાખી હતી.એક પછી એક ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું.નાની ઉંમરમાં કામ કરવાનો ફાયદો એ મળ્યો કે યુવાન રહેવાની સાથે સાથે તમને ઘણો અનુભવ પણ મળતો રહે છે.ફિલ્મોમાં બદલાઈ રહેલા ડિમાન્ડને લીધે મેં ઘણી મોટી ફિલ્મો કરવાની ના કહી દીધી હતી”.
અમૃતાએ આરજે અનમોલ સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજા સાથે 7 વર્ષ સુધી ડેટ કરી હતી.લગ્ન પછી અમૃતા સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ થઇ ગઈ હતી.જેના પછી અમૃતાએ ફિલ્મ ઠાકરે દ્વારા કમબેક કર્યુ હતું.
જણાવી દઈએ કે હાલ અમૃતા પાસે ભલે કોઈ કામ ના હોય છતાં પણ તે ધનવાન અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે.ફિલ્મોથી દૂર અમૃતા હાલના દિવસોમાં ઘણા બ્રાન્ડ્સના એંડોર્સ કરે છે જેની તે ખુબ મોટી રકમ લે છે.તેના સિવાય અમૃતા પ્રોડક્શન માટે પણ ટ્રાઈ કરી રહી છે. રિપોર્ટ અનુસાર અમૃતા રાવની વર્ષની ઇન્કમ 20 મિલિયન ડોલર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks