મનોરંજન

અમૃતા અરોડાના આલીશાન વિલામાં રજાઓ મનાવવા પહોંચ્યા પ્રેમી પંખીડા અર્જુન અને મલાઈકા, તસવીરો જોઈને રહી જશો હેરાન

35 વર્ષનો અર્જુન કપૂર 47 વર્ષની ભાભી જોડે માનવી રહ્યો છે ‘હોલીડે’ જુઓ PHOTOS

મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના અફેરની ચર્ચાઓ જગ જાહેર છે. સલમાનના ભાઈ અરબાઝ સાથે ડિવોર્સ લીધા બાદ મલાઈકા અર્જુન કપૂરને પોતાનું દિલ આપી બેઠી છે. જેની ખુલ્લેઆમ જાહેરાત પણ મલાઈકાએ કરી લીધી છે. પોતાના પ્રેમને સ્વીકાર્ય બાદ મલાઈકા અને અર્જુન ઘણી બધી જગ્યાએ સ્પોટ થતા જોવા મળે છે.

Image Source (Instagram: Arjun Kapoor)

હાલમાં જ આ કપલ ગોવાની અંદર પોતાની રજાઓ મનાવી રહ્યું છે. ગોવાની અંદર મલાઈકાની બહેન અમૃતા અરોડા અને તેના પતિ શકીલ લદાકના ઘરમાં તેઓ રોકાયા છે. તેમના આ આલીશાન વિલાની કેટલીક તસવીરો પણ બંનેએ શેર કરી છે. જે જોઈને તમે પણ જોતા જ રહી જશો.

Image Source (Instagram: Arjun Kapoor)

અમૃતા અરોડા અને શકીલ લદાકનો આલીશાન વીલા Candolim બીચ ઉપર આવેલો છે. જેની ઘણી તસવીરો અર્જુન કપૂરે પણ શેર કરી છે. તસ્વીરોમાં જ આ વિલા ખુબ જ આલીશાન અને ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. હરિયાળી વચ્ચે બનેલો આ વિલા ખુબ જ શાંત જગ્યા ઉપર સ્થિત છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

અમૃતાના આ ખુબ જ સુંદર વિલાની અંદર ડ્રોઈંગ રૂમ ફામફર્ટેબલ સોફા સેટ લાગેલા છે. ઓરડાની અંદર બંને તરફ વુડેન સ્ટેયર્કેટ્સ છે. સાથે જ તેની છત વિન્ટેજ સ્ટાઇલની છે. ઓરડાની વચ્ચે એક મોટું ઝૂમર લટકતું જોવા મળી રહ્યું છે જે આ વિલાની સુંદરતામાં વધારે નિખાર લાવી રહ્યું છે.

Image Source (Instagram: Arjun Kapoor)

તો આ ઉપરાંત ઘરની બહાર એક મોટો સ્વિમિંગ પુલ છે. આ એક ઉબર લકઝરી 5 બીએચકે પુલ વીલા છે. જેની અંદર તમામ સુવિધા છે. જેની પ્રસંશા ખુદ અર્જુન કપૂરે પણ કરી છે. અર્જુને તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે,””જયારે તમારું મન પાછા ઘરે જવા માટે ના કરે… કેટલું સુંદર ઘર છે તમારું અમૃતા અરોડા અને શકીલ લદાક. ગોઆમાં આનાથી સુંદર કોઈ હોલીડે હોમ થયું જ નથી.”

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

થોડા સમય પહેલા જ મલાઈકાએ અર્જુન સાથે લિવ-ઇનમાં રહેવાની વાત સ્વીકારી હતી. તેને કહ્યું હતું કે “અર્જુન એક ખુબ જ મજેદાર વ્યક્તિ છે, લોકડાઉનમાં પણ તેને સહેજ પણ કંટાળો નથી આવવા દીધો.” ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં પણ મલાઈકા અને અર્જુન એક સાથે જ રહ્યા હતા.