આ હસીનાનું પાકિસ્તાની ક્રિકેટર પર આવ્યુ દિલ, થયુ બ્રેકઅપ, પછી ફ્રેન્ડની જ બની સૌતન…જાણો લવ સ્ટોરી

પાકિસ્તાની મૂળના ક્રિકેટરને ડેટ કરી ચૂકી છે મલાઇકા અરોરાની બહેન, 4 વર્ષમાં થયુ બ્રેકઅપ…મિત્રના પતિને બનાવ્યો હમસફર

જ્યારે બોલિવૂડમાં ગ્લેમર, બોલ્ડ અને બેબાક અભિનેત્રીઓનો ઉલ્લેખ થાય છે ત્યારે અરોરા સિસ્ટર્સનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. જો કે, અમૃતા અરોરા તો તેના કામ કરતાં વધારે અન્ય બાબતોને કારણે વધુ ચર્ચામાં રહી છે. ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’ થી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરનાર અમૃતા અરોરાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી. પણ સફળતા ન મળવાને કારણે તે ધીરે ધીરે ફિલ્મોથી દૂર થતી ગઈ.

અમૃતાનો ઉલ્લેખ તેના અભિનય કરતાં વધારે તેના અફેર વિશે વધુ થાય છે. 31 જાન્યુઆરી 1981ના રોજ જન્મેલી અમૃતાએ માત્ર 22 વર્ષની ઉંમરે વર્ષ 2003માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તે વીડિયો જોકી તરીકે કામ કરતી હતી. તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે 2004 દરમિયાન તેનું નામ ઈંગ્લેન્ડ ટીમના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે જોડાયું. વાસ્તવમાં, ઉસ્માન તે સમયે ઈંગ્લેન્ડની ટીમ સાથે ભારત આવ્યો હતો અને તેણે અમૃતા અરોરાનું દિલ ચોરી લીધું હતું, પરંતુ 2006માં તેમનું બ્રેકઅપ થઈ ગયું.

વર્ષ 2008 દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અમૃતાએ પોતે કહ્યું હતું કે તે ઉસ્માનને પ્રેમ કરે છે. ઉસ્માનના કારણે જ ક્રિકેટ મારો બીજો પ્રેમ બની ગયો. પાકિસ્તાની મૂળના ઓલરાઉન્ડર અને ઈંગ્લેન્ડ માટે 3 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ઉસ્માન અફઝલ અને અમૃતા અરોરા વચ્ચેના અફેરના સમાચાર વર્ષ 2007-08માં ચર્ચાનો વિષય રહ્યા હતા. બંને ઘણી વખત સાથે ફરતા જોવા મળ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોને છુપાવ્યા નથી.

ઉસ્માન અને અમૃતા વર્ષ 2007માં શો કૌન બનેગા કરોડપતિમાં પણ પહોંચ્યા હતા. તે શોમાં મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન પણ હતા. અફઝલ અને અમૃતાના લગ્ન થવાના હતા અને અમૃતા પણ તે સમયે અફઝલના ખૂબ વખાણ કરતી હતી. તેણે કહ્યું હતું કે અફઝલ મારા માટે જ બનેલો છે. જો કે, 4 વર્ષ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને બંને અલગ થઈ ગયા. ઉસ્માન અફઝલથી અલગ થયા બાદ અમૃતાએ બિઝનેસમેન શકીલ લદાકને ડેટ કરવાનું શરૂ કર્યું.

બંનેએ એકબીજાને લગભગ 6 મહિના સુધી ડેટ કર્યા અને 4 માર્ચ 2009ના રોજ લગ્ન કરી લીધા. બંનેના લગ્ન સંપૂર્ણ વિધિથી થયા હતા. અમૃતાની માતા ખ્રિસ્તી છે જ્યારે તેના પિતા પંજાબી છે. અમૃતા અરોરાએ જેની સાથે લગ્ન કર્યા છે તે તેની મિત્રનો પતિ હતો. જોકે, અમૃતાની મિત્ર નિશા અને શકીલ બંને 2006માં અલગ થઈ ગયા હતા. પરંતુ લગ્ન બાદ નિશાએ અમૃતા પર તેનું ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમૃતાએ પ્રેગ્નન્ટ થયા બાદ લગ્ન કર્યા હતા.

Shah Jina