મનોરંજન

અમૃતા અરોરાની હાઉસ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે પહોંચી મલાઇકા અરોરા, જુઓ ખૂબ જ ક્લોઝ તસવીરો

ગઇકાલે મુંબઇમાં બોલિવુડ અભિનેત્રી અમૃતા અરોરાના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાર્ટીમાં અમૃતા અરોરાના બહેન મલાઇકા અરોરા, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. આ પાર્ટીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

અમૃતાની આ પાર્ટીમાં મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરણ જોહર, કરિશ્મા કપૂર, મનીષ મલ્હોત્રા, ગૌરી ખાન, સંજય કપૂર, મહીપ કપૂર, સીમા ખાન અને નતાશા પૂનાવાલા સામેલ છે.

પાર્ટીની જેે તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં મલાઇકા અને અર્જુનની ખૂબ જ પ્રેમાળ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ દરમિયાન મલાઇકાએ રેડ આઉટફિટ કેરી કર્યો છે.

પાર્ટીમાં મલાઇકા અરોરા હંમેશાની જેમ ખૂબ જ હોટ લાગી રહી હતી. તેણે રેડ કલરનો શાઇની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. ત્યાં અર્જુન કપૂરે બ્લેક ટી શર્ટ સાથે જીન્સ પહેર્યુ હતું.

કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેની સાથે મલાઇકા, અર્જુન, અમૃતા, કરિશ્મા અને નતાશા પૂનાવાલા સાથે જોવા મળી રહ્યા છે.

અમૃતા અરોરાની આ પાર્ટીમાં બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ પહોંચી હતી. તેણે બ્લેક કલરનો ડ્રેસ કેરી કર્યો હતો. કોરોના મહામારીને કારણે સેલેબ્સ સેફટી માટે માસ્ક સાથે જોવા મળ્યા હતા.

અમૃતા અરોરાની આ પાર્ટીમાં જાણિતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. તેમજ સંજય કપૂરની પત્ની મહીપ કપૂર અને ભારતની વેક્સિન બનાવનાર કંપનીના માલિક અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા પણ જોવા મળી હતી.

આ પાર્ટીમાં અમૃતા અને મલાઇકા અરોરાની ખાસ મિત્ર તેમજ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, મલાઇકા અને અર્જુન કપૂર પાર્ટી દરમિયાન ખૂબ જ ક્લોઝ જોવા મળ્યા હતા. મલાઇકાએ શરૂઆતમાં તેના રિલેશનને છૂપાવીને રાખ્યો હતો અને તે બાદ વર્ષ 2019માં અર્જુન કપૂરના જન્મદિવસે તેણે બંનેની રિલેશનશિપ ઓફિશિયલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઇકા અને અર્જુનની ઉંમરમાં ઘણો તફાવત છે. મલાઇકા અર્જુનથી લગભગ 12  વર્ષ મોટી છે. અર્જુનની ઉંમર જયાં 35 વર્ષ છે, ત્યાં મલાઇકાની ઉંમર 47 વર્ષ છે. મલાઇકા આ ઉંમરે પણ ઘણી ફિટ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમૃતા અરોરાની પાર્ટીમાં તેની ગર્લ ગેંગની સભ્ય અને તેની ખાસ મિત્ર કરીના કપૂર ખાન જોવા મળી ન હતી. તમને જણાવી દઇએ કે, કરીનાએ હાલમાં જ 21 ફેબ્રુઆરીએ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો.