મલાઈકાના અકસ્માત પછી તેની સાર સંભાળ રાખવા પહોંચી આ ખાસ વ્યક્તિ, કુર્તામાં દેખાડ્યું પીઠ પર બનેલું ટેટુ

મલાઈકા અરોરાને શનિવારના રોજ રસ્તા પર અકસ્માત નડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાને આંખોની પાસે વાગ્યું છે. તેમજ તે આ અકસ્માતથી ઘભરાયેલી છે. આ અકસ્માત ખોપોલી એક્પ્રેસ વેની જોડે થયો હતો. જાણકારી પ્રમાણે અભિનેત્રીની ગાડીના ડ્રાઇવરનું સંતુલન બગડ્યું હતું જેના પછી ગાડી એક્સપ્રેસ વે પર 3 અન્ય ગાડી સાથે અથડાઈ હતી.

ગાડીના અકસ્માત બાદ તરત અભિનેત્રીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેવામાં મલાઈકાની નાની બહેન અમૃતા અરોરા તેના પતિ શકીલ સાથે મલાઇકાને મળવા પહોંચી હતી. આ દરમ્યાન અમૃતા જે રીતે તૈયાર થઈને આવી હતી તે જોવા લાયક હતું.

અકસ્માતમાં મલાઈકાની આંખોની બાજુમાં વાગ્યુ હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલાઈકા અરોરાની તબિયત અત્યારે સારી છે. અભિનેત્રીને કેટલાક ટાંકા પણ આવ્યા છે. આ ખબર મળ્યા પછી તેના નજીકના લોકો અને ચાહકો ખુબ હેરાન થઇ ગયા હતા. એક રાત ડોક્ટરની દેખરેખમાં રહ્યા પછી રવિવાર સવારે મલાઈકાને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયું હતું ત્યારબાદ તે ઘરે પરત આવી હતી.

તેવામાં મલાઈકાની તબિયત જાણવા માટે તેના પરિવાર વાળા અને મિત્રો આવી રહ્યા છે. રવિવારે અર્જુન કપૂર પણ મલાઈકાની તબિયત પૂછવા તેના ઘરે પહોંચ્યા હતા. મલાઈકાના અકસ્માત બાદ અર્જુન કપૂર હેરાન થઇ ગયા હતા. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો જેમાં તે ગાડીમાં બેસેલા નજર આવ્યા હતા. આ દરમ્યાન તે ખુબ સિરિયસ નજર આવ્યા હતા.

અર્જુન સિવાય મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ પતિ શકીલ અને પુત્ર સાથે મલાઈકાના ઘરે પહોંચી હતી. આ દરમ્યાન અમૃતાએ એક બ્રાઇટ ફુલ લેન્થ વાળો ડ્રેસ પહેર્યો હતો તેમજ તેના પતિએ સિમ્પલ પીળા કલરની ટી-શર્ટ પહેરી હતી. પેપરાજીને જોતા જ અમૃતાએ હાથ લહેરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સિનેમા જગતને અલવિદા કહી ચુકેલી આ અદાકારાએ સ્ટાઈલિશ કુર્તો પહેર્યો હતો. તેમાં નીચે અમૃતાએ અનીવન હેમલાઇન આપતા ઉપર અલગથી પેટ્ટી જોડવામાં આવી હતી. અમૃતાએ પગમાં હિલ્સના બદલે દેશી ડિઝાઇન વાળા ચપ્પલ પહેરેલા હતા. અમૃતાએ વાળને સિમ્પલ રીતે બાંધેલા હતા અને મોઢા પર મિનિમલ મેકઅપ કરેલો હતો અને કાળા કલરના ચશ્મા પહેરેલા હતા. આ કુર્તામાં પાછળથી ગળામાં મોટી કટ હતી જેના લીધે અમૃતાના ગળા પર બનેલું ટેટુ ખુબ જ સરસ રીતે દેખાઈ રહ્યું હતું.

Patel Meet