મનોરંજન

કરીના ન હતી ત્યારે પહેલી પત્ની અમૃતા સિંહ સાથે કંઈક આવી હતી કેમેસ્ટ્રી, જુઓ 8 તસ્વીર એક ક્લિકે

જયારે કરીના કપૂર ન હતી ત્યારે નવાબ સેફ અમૃતા જોડે કઈંક આવી મજાની જિંદગી જીવતો, જુઓ તસવીરો

બોલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન જેટલો ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે. તેનાથી વધારે તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સૈફ અલી ખાને બધાથી છુપાઈને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી સૈફનાં ઘરવાળા બહુજ નારાજ થયા હતા. કારણ કે સૈફ કરતા અમૃતા સિંહ ઉંમરમાં 13 વર્ષ મોટી હતી. પરંતુ સમય જતા બધું સરખું થવા લાગતા સૈફ-અમૃતા ખુશખુશાલ જિંદગી જીવતા હતા.

Image Source

જણાવી દઈએ કે, હિન્દૂ પરિવારમાંથી આવનારી અમૃતા સિંહે લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. સૈફે જયારે અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે સૈફની ઉંમર ફક્ત 21ની વર્ષની જયારે અમૃતાની ઉંમર 34 વર્ષની હતી. જયારે બન્નેના લગ્ન થયા ત્યારે સૈફની કરિયર શરૂ પણ થઇ ના હતી. જયારે અમૃતાની કરિયર ટોપ પર હતી.

Image Source

સૈફ અને અમૃતા સિંહની પહેલી મુલાકાત 1992માં થઇ હતી. તે સમયે અમૃતાનું બોલીવુડમાં સારી પહેચાન બનાવી ચુકી હતી. સૈફે ‘બેખુદી’ ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહ્યો હતો. આ ફોટોશૂટ દરમિયાન સૈફે અમૃતા સિંહના ખંભા પર હાથ રાખવાની કોશિશ કરી હતી. સૈફની આ હરકત પર અમૃતા સિંહએ નોટિસ કરી હતી. આ પહેલી નજરનો પ્રેમ તો ના હતો પરંતુ આકર્ષણ જરૂર હતું. આ ફોટો શૂટ બાદ સૈફના દિલમાં અમૃતા માટે જગ્યા બની ગઈ હતી. સૈફ અમૃતાને મળવા એટલો ઉતાવળો હતો કે, તેને મળવા માટે અમૃતાને ફોન પણ કરી દીધો હતો.

Image Source

સૈફે અમૃતાને ફોન પર ડિનર પર જવાનું કહેતા અમૃતા ચોંકી ગઈ હતી. અમૃતાએ સૈફ સાથે બહાર જવાની સાફ શબ્દોમાં મનાઈ કરી દીધી હતી. પરંતુ તેને ઘરમાં જ જમવાનું કહ્યું હતું. અમૃતાના કહેવા પર સૈફ તુરંત જ તેના ઘરે ડિનર માટે પહોંચી ગયો હતો.

Image Source

જે સમયે સૈફ અમૃતાના ઘરે ડિનર માટે પહોંચ્યો ત્યારે અમૃતાએ બિલકુલ મેકઅપ કર્યા ના હતો. અમૃતાને આ રીતે જોઈને સૈફ તુરંત જ તેના તરફ આકર્ષિત થઇ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત બાદ સૈફ 2 દિવસ સુધી અમૃતાના ઘરે જ રહ્યો હતો. ત્યારબાદબાદ બન્નેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો હતો.

Image Source

આ બન્નેની લાઈફ બહુજ સારી રીતે ચાલી રહી હતી. પરંતુ આ વચ્ચે વિદેશી ટ્રીપ દરમિયાન સૈફની જિંદગીમાં ઇટાલિયન મોડેલ રોઝા આવી અને અમૃતા અને સૈફના તલાકનું કારણ બની હતી. કારણકે સૈફ રોઝા સાથે મુંબઈમાં રહેવા લાગ્યો હતો. ત્યારબાદ અમૃતા અને સૈફ વચ્ચેના સંબંધમાં તિરાડ આવી હતી. અમૃતાથીઆ બધું સહન ના થતા અંતે તેણીએ 2004માં સૈફથી તલાક લઇ લીધા હતા. તો બીજી તરફ રોઝા સાથે પણ સૈફનાં સંબંધનો ટૂંક સમયમાં જ અંત આવ્યો હતો.

Image Source

સૈફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમૃતા એ તલાકના બદલામાં મારી પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી. તે સમયે અમૃતાને 2.5 કરોડ આપી દીધા હતા. બાકીના પૈસા અમૃતાને કટકે-કટકે આપ્યા હતા. આ સિવાય હું અમૃતાને ત્યાં સુધી દર મહિને 1 લાખ આપતો રહીશ જ્યાં સુધી ઇબ્રાહિમ 19 વર્ષનો ના થાય.

Image Source

તલાક બાદ 2012માં સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના સૈફ કરતા 10 વર્ષ નાની છે. સારા મોટી થઇ ચુકી હતી. હવે જોવા જઈએ તો નવાબી ફેમિલીના બધા સાથેના સંબંધ ઘણા સારા છે. સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન પણ કરીના કપૂરથી નજીક છે. સારા સૈફ અને કરીનાના લગ્નમાં શામેલ થઇ હતી.