વિવાહ અભિનેત્રી અમૃતા રાવનો દર્દનાક ખુલાસો ! સરોગસીમાં થઇ હતી બાળકની મોત, 4 વર્ષ સુધી તડપ્યા બાદ…

વિવાહ અભિનેત્રી અમૃતા રાવનો દર્દનાક ખુલાસો ! સરોગસીમાં થઇ હતી બાળકની મોત, 4 વર્ષ સુધી તડપ્યા બાદ…

અમૃતા રાવ અને આરજે અનમોલ સૌથી સુંદર કપલમાંથી એક છે. લવબર્ડે વર્ષ 2020માં તેમના પુત્ર વીરનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ, ત્યારબાદથી આ કપલ બાળક સાથે સુંદર પળો માણતા જોવા મળે છે. અમૃતા-અનમોલની પોતાની યુટ્યુબ ચેનલ કપલ ઓફ થિંગ્સ છે, જેના પર તેઓ અવારનવાર તેમની લવ સ્ટોરી અને જીવનના અનુભવો ચાહકો શેર કરે છે. હવે તાજેતરમાં, એક નવા વિડિયોમાં, કપલ ચાર વર્ષના પ્રેગ્નેંસી સ્ટ્રગલ વિશે વાત કરી રહ્યા છે અને એ પણ કહ્યુ કે તેમણે માતા-પિતા બનવા માટે સરોગસી, IUI, IVF, હોમિયોપેથી અને આયુર્વેદ સહિતની વિવિધ પદ્ધતિઓનો પ્રયાસ કર્યો છે.

વિડિયોમાં, અનમોલ અને અમૃતાએ જણાવ્યું કે કેવી રીતે તેઓ 4 વર્ષથી બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે ગર્ભ ધારણ કરી શકી ન હતી. તેના લેટેસ્ટ વિડિયોમાં અમૃતાએ તેના પ્રેગ્નન્સી સ્ટ્રગલ વિશે જણાવ્યું જે વર્ષ 2016થી શરૂ થઈ અને ચાર વર્ષ સુધી ચાલ્યું. અમૃતા રાવ અને આરજે અનમોલે ખુલાસો કર્યો છે કે તેઓએ ગર્ભ ધારણ કરવા માટે ઘણા પાપડ વણ્યા છે, પરંતુ જ્યારે કોઈ ફાયદો ન થયો, ત્યારે તેઓએ સરોગસી, IVF, IUI, હોમિયોપેથી, આયુર્વેદિક જેવા તમામ પ્રકારના પગલાં લીધા.

અમૃતાએ જણાવ્યું કે ત્રણ વર્ષ સુધી તે સતત ડોક્ટર પાસે જતી. જ્યારે IUI ફેલ થઈ ત્યારે ડોક્ટરે સરોગસીની સલાહ આપી અને અમૃતાએ તે દિવસો યાદ કર્યા અને કહ્યું કે ડોક્ટરની આખી વાત સાંભળ્યા પછી મેં કહ્યું કે હા, તે ઠીક છે, મારે ગર્ભવતી થવાની જરૂર નથી. અનમોલે જણાવ્યું કે તેણે સરોગેટ મધરનો ઈન્ટરવ્યુ લીધા પછી પ્રક્રિયા શરૂ કરી. ડોક્ટરે સરોગસી પહેલા કહ્યું હતું કે તમારી પત્નીનું શરીર સંપૂર્ણ સ્વસ્થ છે, તો શું તમે સરોગસીથી બાળક ઈચ્છો છો ?

આ વિકલ્પ પર આગળ વધતાં, એક દિવસ ડૉક્ટરનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે સરોગેટ માતા ગર્ભવતી છે અને હૃદયના ધબકારા શોધી રહ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે ‘આના થોડા દિવસો પછી ખરાબ સમાચાર મળ્યા કે તેમનું બાળક નથી રહ્યું. અનમોલે ભાવુક થઇ કહ્યું કે મારું દિલ તૂટી ગયું. જેઓ માતા-પિતા બનવા માગે છે તેમને અમૃતાએ સલાહ આપી કે તમે ભાવુક ન બનો, કારણ કે તે આપણા હાથમાં નથી.

આ પછી થોડો બ્રેક લીધો અને પછી IVFનો પ્રયાસ કર્યો, પરંતુ પરિણામ મળ્યું નહીં. પછી બીજી વાર પ્રયત્ન કર્યો પણ સફળ ન થયો. અમૃતાએ ત્રીજી વખત IVF ના પાડી. દવાઓ ખૂબ ગરમ હતી, ચહેરા પર ફોલ્લીઓ થઇ ગઈ હતી. એકવાર એવું બન્યું કે હું વિચારવા લાગ્યો કે મારે બાળક જોઈએ છે કે નહીં ? પરંતુ, જ્યારે બંને રજાઓ પર થાઈલેન્ડ ગયા ત્યારે તે માર્ચ 2020 હતો..

અભિનેત્રીએ કહ્યું કે કંઈક થઈ રહ્યું છે, યાર. આ પછી, રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું અને 11 માર્ચ 2020 ના રોજ, અમૃતાને ખબર પડી કે તે ગર્ભવતી છે અને 1 નવેમ્બર 2020 ના રોજ, બંને એક પુત્રના માતા-પિતા બન્યા અને તેનું નામ વીર રાખ્યું.

Shah Jina