ખબર

રાજ્યમાં ગ્રીન જિલ્લાની વિકેટ પડી, કોરોનાનો નોંધાયો પ્રથમ કેસ- જાણો વિગત

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 8 હજારને પહોંચી ગયો છે. રાજ્યમાં 33 જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. અમરેલી જિલ્લો અત્યાર સુધી બાકાત રહ્યો હતો. અમરેલીમાં પણ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.

Image source

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. જ્યારે રાજ્યનો ફક્ત અમરેલી જિલ્લો ગ્રીન ઝોનમાં હતો, ત્યાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 75 વર્ષના વૃદ્ધ મહિલામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો. વૃદ્ધાનું ચેકઅપ કરનાર એક ડોક્ટરને પણ ક્વોરેન્ટાઇન કરાયા.

Image source

અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસાયા હતા તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. કોરોના પોઝિટિવ કેસની અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ગ્રીન ઝોનમાં કોરોનાની એન્ટ્રીથી લોકો ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં ટોટલ કોવિડ 19 પોઝિટિવ આંકડો 8904 થયો છે. જેમાંથી 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 5091 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3246 અને મોતનો આંક 537 થયો છે. છેલ્લા 1 દિવસમાં નોંધાયેલ મોતની વિગત જોઈએ તો, અમદાવાદમાં 21 મોત, રાજકોટ-સુરત અને વડોદરામાં 1-1નાં મોત નિપજ્યા છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.