“પપ્પા મને માફ કરજો…” એમ સુસાઇડ નોટમાં લખીને અમરેલીમાં મંડળીમાં નોકરી કરતા યુવાને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, પરિવાર માથે તૂટ્યું આભ

મમ્મી પપ્પા આઈ મિસ યુ મને માફ કરી દેજો…. તમારા ઉપર આટલું બધું દુઃખ હોવા છતાં વધુ દુઃખ આપ્યું.. , “બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ…” જાણો અંદરની વિગત

amreli youth committed suicide : ગુજરાત (gujarat) માં છેલ્લા ઘણા સમયથી આપઘાત (suicide) ની ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે. ઘણી ઘટનાઓની અંદર કેટલાય યુવાનો આર્થિક તંગીના કારણે તો કોઈ વ્યાજખોરોના ત્રાસથી તો કોઈ પારિવારિક સમસ્યાને લઈને આપઘાત કરી લેતું હોય છે. ગુજરાતમાંથી આમ સતત આપઘાતના મામલાઓ એક ચિંતાનો વિષય પણ બન્યો છે. ત્યારે હાલ એવો જ એક મામલો અમરેલી (amreli) માંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના સાંસદની શરાફી મંડળીમાં આશિષ બગડા નામનો યુવાન પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. ગતરોજ સવારે તે તેના નિયમિત સમયે નોકરી પર પણ આવ્યો હતો. ત્યારે બાજુની ઓફિસના કર્મચારીએ આશિષને ફોન કર્યો પરંતુ ફોન પર કોઈ જવાબ ના આવતા તેને શોધવા માટે ગયા હતા. ત્યારે આશિષની લાશ ફાંસીના ફંદે લટકતી જોવા મળી હતી.

જેના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ સાંસદ નારાયણ કાછડીયા પણ ઓફિસ દોડી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી યુવક દ્વારા લખવામાં આવેલી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને તેના પરિવાર માટે લાગણી બતાવી છે. યુવકે લખ્યું છે, “મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો અને બહેન પપ્પાનું ધ્યાન રાખજે કોઈ પણ તકલીફ પડવા દેતી નહીં અને દીકરો બનીને સાચવજે.”

તેણે આગળ એમ પણ લખ્યું છે કે, “કાકા-માસી આયુષ, મિત, અનુજ, પ્રીતિ હમેશા તમારી સાથે જ છું. મમ્મી I LOVE YOU અને કદાચ જન્મ મળે ને તો મા આવી જ મળજો.. પપ્પા I MISS YOU મને માફ કરી દેજો, તમારા ઉપર આટલું દુઃખ હોવા છતાં આ દુઃખ આપ્યું અને હંમેશા તમારી યાદ આવશે. બહેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહી હોય.”

આ મામલે તપાસ કરી રહેલી પોલીસને યુવક પાસેથી તેનો ફોન મળ્યો છે. જેને ચેક કરતા યુવકે પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે. પોલીસે એમ પણ જણવ્યું કે સુસાઇડ નોટમાંથી કોઈના ત્રાસ આપવા અંગે અથવા કોઈ બીજી બાબતને લઈને આપઘાત કર્યો હોવાની જાણકારી નથી મળી. ત્યારે હાલ પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે.

Niraj Patel