મુંબઇમાં જન્મેલી આ છોકરી બની એડલ્ટ વેબસાઇટની CEO, જાણો કોણ છે આમ્રપાલી ?

લંડન સ્થિત એડલ્ટ કન્ટેન્ટ વેબસાઈટ OnlyFans એ મુંબઈમાં જન્મેલી આમ્રપાલી ગણની તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. આ સાથે આમ્રપાલી ગણ ઉર્ફે ‘એમી’ ભારતીય મૂળના એ લોકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેમને વિદેશી કંપનીમાં ટોચના મેનેજમેન્ટના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કંપનીના ફાઉન્ડર ટિમ સ્ટોકલીએ રાજીનામું આપ્યા બાદ આમ્રપાલી ગણની એડલ્ટ કન્ટેન્ટ બ્રોડકાસ્ટ વેબસાઈટ OnlyFansના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઓન્લી ફેન્સના સીઈઓ ટિમ સ્ટોકલીએ રાજીનામું આપ્યું છે કારણ કે તેઓ હાલમાં અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હાલમાં, આમ્રપાલીએ એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી કંપનીની સીઈઓ બન્યા બાદ ઈન્ટરનેટ પર પ્રભુત્વ જમાવ્યું છે. આ સમયે ઈન્ટરનેટ પર દરેક લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આમ્રપાલી ગણ કોણ છે અને તેમનું ભારત સાથે શું કનેક્શન છે? આ ઉપરાંત લોકો OnlyFans વિશે પણ જાણવા માંગે છે કે તે કેવા પ્રકારની વેબસાઇટ છે અને તેને એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ કેમ કહેવામાં આવે છે. લોકોને એ જાણવામાં પણ રસ છે કે લોકો OnlyFans સાથે કેવી રીતે જોડાય છે ?

આમ્રપાલી ગણનો જન્મ મુંબઈમાં થયો હતો. જોકે શરૂઆતથી, તે કેલિફોર્નિયા, યુએસએમાં રહે છે. તેણે પોતાનું શિક્ષણ પણ ત્યાંથી મેળવ્યું છે. આમ્રપાલીએ FIDMમાંથી મર્ચેન્ડાઇઝ માર્કેટિંગમાં ડિગ્રી મેળવી છે. તેમણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ અને ઓર્ગેનાઈઝેશનલ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે. આ સાથે તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પ્રમાણપત્ર મેળવ્યું છે. 36 વર્ષીય આમ્રપાલી ગણ છેલ્લા 4 વર્ષથી આર્કેડ એજન્સીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી હતી.

OnlyFansના CEO બન્યા પહેલા, તે કંપનીના ચીફ ડિસ્ટ્રિબ્યુશન અને કોમ્યુનિકેશન ઓફિસર હતી. તેણે કેનાબીસ કાફેના વિતરણ અને સહાયની ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. 2008 થી 2016 સુધી, તેણે વિવિધ સ્ટાર્ટઅપ્સમાં માર્કેટિંગનું કામ સંભાળ્યું છે. OnlyFans એ એક સામાજિક મીડિયા પ્લેટફોર્મ છે જે પુખ્ત સામગ્રી પ્રદાન કરે છે. તેની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી. જોકે, તે કોરોના મહામારી દરમિયાન ચર્ચામાં આવી હતી.

લોકડાઉન દરમિયાન એડલ્ટ કન્ટેન્ટ લખનારા મોટાભાગના લોકો તેમાં જોડાયા હતા. ઘણી છોકરીઓ અને મહિલાઓ આ પ્લેટફોર્મ પર તેમની તસવીરો વેચીને પૈસા કમાય છે. અત્યારે આ પ્લેટફોર્મના 180 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. બે મિલિયનથી વધુ લોકો અહીં સામગ્રી બનાવે છે.

Shah Jina