કૌશલ બારડ ખબર લેખકની કલમે

‘ઇમ્ફાન’ વાવાઝોડું ભારતને કાંઠે પહોંચી રહ્યું છે, આ રાજ્યોમાં વર્તાશે અસર

ભારતીય મોસમ વિભાગ દ્વારા ચક્રવર્તી તોફાન ઇમ્ફાનની આગાહી કરવામાં આવી છે. ઇન્ડીયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ(IMD)એ જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બની રહ્યું છે. આ હળવું દબાણ જો ચક્રવાતમાં ફેરવાશે તો ‘ઇમ્ફાન’ નામક વાવાઝોડું આવી શકે છે.

Image Source

મોસમ વિભાગનાં જણાવ્યા અનુસાર, ઓડિસા અને તેની આજુબાજુના ઇલાકા-રાજ્યોમાં આ તોફાનની અસર વર્તાવવાની સંભાવના છે. જો ચક્રવાત ઉત્પન્ન થશે તો ૧૭ મે સુધી ઉત્તર-પૂર્વ તરફ અને ત્યારબાદ તેની દિશા ઉત્તર-દક્ષિણ તરફ આગળ વધવાની હશે.

આ સમય દરમિયાન ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પવન ફૂંકાશે, જે વધીને ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મોસમ વિભાગે ઓડિસાના દરિયા કિનારાના જીલ્લાઓને એલર્ટ આપ્યું છે. ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને પશ્વિમ બંગાળના ક્ષેત્રોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Image Source

ચક્રવાતને લઈને ભારે વરસાદની પણ આગાહી આ વિસ્તારોમાં કરવામાં આવી છે. માછીમારોને દરિયાઈ ખેપ પર જવાની ના પાડવામાં આવી છે. આંદામાન-નિકોબાર દ્વીપસમુહમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ચોમાસું થોડું મોડું પહોંચશે:
મોસમ વિભાગે જાણકારી આપી છે, કે આ વર્ષે ચોમાસું કેરળમાં અંદાજે પાંચ જૂન આસપાસ પહોંચશે. જૂન મહિનાની શરૂઆત સાથે કેરળને કાંઠે ટકરાતું ચોમાસું આ વર્ષે પાંચ-સાત દિવસ મોડું પહોંચવાની સંભાવના છે.

Image Source

મે મહિનાની ૨૦ તારીખે આંદામાન-નિકોબારના ટાપુઓને સ્પર્શ કરતું ચોમાસું ગયા વર્ષે બે દિવસ વહેલું પહોંચી ગયું હતું. મોસમ વિભાગે જાણકારી આપી છે, કે આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તરીય ભારતનાં રાજ્યોમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા એકાદ સપ્તાહ મોડું પહોંચશે.

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.