સદીના સૌથી મોટા વાવાઝોડાં ‘અમ્ફાન’ની દહેશત, પવનની ઝડપ જોઈને હોંશ ઉડી જશે

0

ભારતીય મોસમ વિભાગ દ્વારા ચક્રવર્તી તોફાન એમ્ફાનની આગાહી કરવામાં આવી છે. ઇન્ડીયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ(IMD)એ જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બનતા અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું હતું.

Image source

વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તે બપોર પછી સુંદરવન પાસે (પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે) 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે. આ 21 વર્ષ પછી સૌથી ઝડપી તોફાન છે. સાંજે 4 વાગ્યે સુંદરવન પાસે અથડાશે. 185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવારના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે.
અમ્ફાન આવતી કાલે કોલકતાં અને બાંગ્લાદેશના ઢાંકામાં વધારે તીવ્ર રીતે પહોંચી નુકશાન પહોંચાડી શકે છે.

ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારના અનેક ગામો ખાલી કરાવાયા છે. એક માહિતી મુજબ લગભગ 14 લાખ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. દરિયાકિનારના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. બંગાળ અને ઓરિસ્સામાં વધારે નુકશાન થવાની ભીતિ હોવાથી કેન્દ્રની 53 કરતાં વધારે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત આર્મીના બે એરક્રાફ્ટ તૈનાત રાખાયા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે. બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.