ખબર

એમ્ફાન ચક્રવાતે વરસાવ્યો કહેર, ડૂબી ગયું કોલકાતા એરપોર્ટ, બન્યું નદી જેવું દૃશ્ય

હાલમાં કોરોનાના કહેર વચ્ચે ઓડિશાથી હવે ચક્રવાત એમ્ફાન પશ્ચિમ બંગાળમાં પહોંચ્યું છે અને અહીં વિનાશ સર્જ્યો છે. લગભગ છ કલાક સુધી બંગાળમાં આ ચક્રવાતનું તાંડવ ચાલ્યું અને બંગાળમાં 12 લોકોના આ તાંડવને કારણે મોત થયા છે.

Image Source

આ ચક્રવાતને કારણે કોલકાતામાં ઘણી જગ્યાઓ પાણીમાં ડૂબી ગઈ છે અને એરપોર્ટ પણ પ્રભાવિત થયું છે. કોલકાતા એરપોર્ટના રનવેને જોતા એવું લાગે કે કોઈ મોટી નદી છે અને પ્લેન જાણે નદીમાં ઉતાર્યા હોય એવું લાગી રહ્યું છે.

Image Source

પ્લેનના ટાયરો પાણીમાં ડૂબેલા છે અને ,ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એરપોર્ટમાં કાર્ગો સેવાઓ ચાલુ હતી જે પણ આ ચક્રવાતને કારણે બંધ કરી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પર આવું દ્રશ્ય પહેલીવાર જોવા મળ્યું છે.

Image Source

આ ચક્રવાતના પવન સામે વિમાનો પણ ટકી શકે એમ ન હતું, એમના ટાયરો માટે અવરોધક લગાવવામાં આવ્યા હતા કે જેથી તેઓ પવનથી હલીને એકબીજાને ટકરાઈ ન જાય.

પશ્ચિમ બંગાળના કોલકાતા સહીત દરિયા કિનારાના વિસ્તારોમાં આ ચક્રવાતે વિનાશ સર્જ્યો છે. કોઈ વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયા છે અને વીજળીના જીવતા તાર તૂટીને રોડ પર પડયા, રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા.

Image Source

ચક્રવાત એમ્ફાને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર દેખાડવાની શરૂ કરી દીધી છે. દીધામાં દરિયામાં, ઊંચા મોજા અને તોફાની પવન શરુ થઇ ગયો છે. એમ્ફાન પશ્ચિમ બંગાળના દીધા અને બાંગ્લાદેશના હટિયા આઇલેન્ડ પર ટકરાવાનું છે. આ સમય દરમિયાન સ્થાનિક પોલીસ લોકોને ચેતવણી આપી રહી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં તેમના ઘરની અંદર જ રહે.

જુઓ વિડીયો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.