ખબર

હવે ગુજરાતની અંદર આ ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવું બની ગયું સાવ સરળ, 27000 રૂપિયા સુધી કંપનીએ ઘટાડી દીધા ભાવ, જાણો વધુ વિગત

આજકાલ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને લઈને લોકો પરેશાન છે. પેટ્રોલના ભાવનો આંકડો 100ની ઉપર પહોંચી રહ્યો છે. ત્યારે સામાન્ય માણસના ખિસ્સા ઉપર ખુબ જ મોટો ભાર પણ આવી ગયો છે, હવે સામાન્ય માણસને બાઈક કે સ્કૂટર લઈને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે લોકો હવે ઇલેક્ટ્રિક સ્કૂટર તરફ આગળ વધી રહ્યા છે.

જો તમે પણ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું મન બનાવી લીધું હોય તો તમારા માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવનાર કંપનીએ પોતાના ભાવની અંદર 27 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે.

એમ્પેરે ઇલેક્ટ્રિક દ્વારા મંગળવારના રોજ ગુજરાતની અંદર પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. આ કંપની દ્વારા 27 હજાર રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી અતિરિક્ત પ્રોત્સાહન આપવા માટે અને ફેમ બે સ્કીમ અંતર્ગત કેન્દ્રની વધેલી સબસીડી બાદ કંપની દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

એમ્પેરે ઇલકેટ્રીક દ્વારા આપવામાં આવેલા એક નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે કે નવી કિંમત અંતર્ગત કંપનીનું મૈગનસ મોડલ હવે 74,990 રૂપિયાની જગ્યાએ 47,990 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તેજ રીતે જીલ મોડલ હવે 68,990 રૂપિયાની જગ્યાએ 41,990 રૂપિયામાં ઉપલબ્ધ હશે. બધી જ કિંમતો એક્સ શો રૂમની છે.

કંપનીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવેલી ફેમ 2 સ્કીમમાં સબસીડીમાં સંશોધન કરવા અને ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 બાદ આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.