હેલ્થ

વાળને લાંબા અને મજબૂત બનાવશે, તથા ખોડો પણ દૂર થશે- ઘરે જાતે જ બનાવો આ તેલ

આપણા આયુર્વેદમાં આંબળાને એક ઔષધિ જ માનવામાં આવે છે. આંબલામાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, કેરોટીન, વિટામિન બી, ફાઈબર, અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આંબળાને વાળ માટે વરદાન માનવામાં આવે છે. આ વાળને જુદી-જુદી સમસ્યાઓથી સુરક્ષિત રાખવા માટે મદદગાર સાબિત થાય છે. આ સિવાય સ્વાસ્થ્ય માટે પણ આંબલા ખૂબ જ ફાયદેમંદ હોય છે.

Image Source

ચાલો જાણીએ આંબળાના ફાયદાઓ –
આંબલા આપણા વાળને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. આંબળાના નિયમિત ઉપયોગથી વાળ જલ્દી સફેદ નથી થતા.

આંબલામાં ઘણા પ્રકારના ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોવાના કારણે આંબળાનું તેલ વાળની વૃદ્ધિ ઝડપી કરવામાં મદદ કરે છે. આંબળાના તેલના ઉપયોગથી વાળ જલ્દી વધે છે અને મજબૂત થાય છે. સાથે જ આ ડ્રાય વાળ, ખંજવાળ અને ખોડાથી પણ છુટકારો અપાવે છે. આંબલા ખરતા વાળને રોકવા અને તેના કુદરતી રંગને યથાવત રાખવામાં મદદ કરે છે.

Image Source

વાળમાં ચમક લાવવા માટે આંબળાના રસથી વાળમાં સારી રીતે મસાજ કરો અને એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો, એનાથી વાળ ખરતા અટકશે અને વાળમાં ચમક પણ આવશે. જો તમારા વાળ ખૂબ જ પાતળા હોય તો રોજ વાળ ધોતા પહેલા આંબળાના તેલથી વાળમાં મસાજ કરો, આ વાળ માટે એક સારું કંડીશનર સાબિત થશે અને વાળ કાળા અને ચમકદાર બનશે.

એમ તો બજારમાં આંબળાનું તેલ આસાનીથી મળી જાય છે પણ આને ઘરમાં જ તૈયાર કરો. ઘરે બનાવેલા તેલમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ ન હોવાના કારણે આ તમારા વાળને નુકશાન થતું પણ અટકાવશે.

Image Source

આંબળાનું તેલ બનાવવાની રીત –
6-7 તાજા આંબળાનો રસ કાઢી લો અને એક કપ નારિયેળનું તેલ લો. તેને એક વાસણમાં ભેગું કરો. હવે એક બીજા મોટા વાસણમાં પાણી લો અને પાણીને ગરમ કરવા મુકો. પછી આ વાસણમાં નારિયેળનું તેલ અને આંબળાનો રસ ભરેલું વાસણ મૂકી દો અને ડબલ બોઇલરની જેમાં આ તેલવાળા મિશ્રણને ગરમ કરો. ધીરે ધીરે આ મિશ્રણ ગરમ થશે અને એમાંથી ધીરે ધીરે આંબળાનું પાણી ઉડી જશે અને બધું જ એકરસ થઇ જશે.

Image Source

આમ થઇ જાય ત્યારે તમારું ઘરે બનાવેલું આંબળાનું તેલ તૈયાર થઇ જશે. હવે તેને કોઈ નાની બોટલમાં ભરી લો અને તમે આ તેલને અઠવાડિયા-બે અઠવાડિયા સુધી વાપરી શકો છો. આ તેલમાં આપણે કોઈ પ્રકારના પ્રિઝર્વેટિવ્સ નથી નાખતા જેથી આ વાળને કોઈ જ નુકશાન નહિ કરે અને આ વધુ લાંબુ નહિ ટકે.

આંબળાના તેલને આ રીતે બનાવવાથી તેમાંના પોષક તત્વો યથાવત રહે છે અને બળી જતા નથી. જો તલને ફગેસ પર ડાયરેક્ટ ગરમ કરવામ આવે તો તેમાંથી આંબળાના પોષક તત્વો બળી જાય છે અને એ તેલ વાપરવાથી વાળને પૂરતું પોષણ નથી મળતું.

Image Source

આ તેલને વાળ ધોવાના 2 કલાક પહેલા પહેલા કે આગલી રાતે તેલને વાળમાં લગાવીને રાખવાથી અને પછી વાળ ધોવાથી વાળને ગ્રોથ સારો થાય છે અને આનાથી વાળ લાંબા થાય છે. આનાથી વાળ ખરતા પણ અટકે છે.

વાળને મજબૂત બનાવવા માટે આ તેલને નિયમિત રીતે વાપરવાથી એક મહિનામાં વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.