મનોરંજન

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને બદલી નાખ્યું સુરતના આ 3 વર્ષના બાળકનું જીવન, આજે મળી ગઈ છે ઘર ઘરમાં ઓળખ

હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર કોઈ વિડીયો કે કોઈ એવી વાત રાતો રાત વાયરલ થઇ જતી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક 3 વર્ષના બાળકનો એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેની અંદર તે તેના પિતા સાથે સંગીતનો રિયાજ કરતું જોવા મળી રહ્યું છે. આ મજેદાર વીડિયોને અમિતાભ બચ્ચનનું દિલ જીતી લીધું છે અને તેમને ટ્વીટ કરીને આ વિડીયો પોસ્ટ પણ કર્યો છે. જેનાથી આ પિતા પુત્રનું જીવન બદલાઈ ગયું છે.

આ વાયરલ વીડિયોની અંદર એક 3 વર્ષનું બાળક પોતાના પિતા સાથે સૂરમાં સૂર મિલાવીને ગાવાનો પ્રયત્ન કરી કરી રહ્યું છે. ભલે તેના સૂર થોડા આડા અવળા હોય પરંતુ એક પિતા પોતાના બાળકને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે.

હવે બંનેના આ ક્લાસિકલ સંગીતનો રિયાજ જોઈને અમિતાભ બચ્ચન પણ ખુશ થઇ ગયા છે. તેમને તેની પ્રસંશામાં લખ્યું છે: “બાળકો જ પુરુષનો પિતા હોય છે.”

Image Source

આ વીડિયોના વાયરલ થવાની સાથે જ આ બાપ-દીકરો કોણ છે તે જાણવા માટે લોકો ઉત્સાહિત થવા લાગ્યા. તો તમને જણાવી દઈએ કે આ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેવાવાળા તાનાજી જાધવ અને તેમનો દીકરો છે. જે વ્યવસાયે એક સંગીત શિક્ષક છે. તાનાજી જાધવે પોતાના સંગીતની કલાને લઈને પોતાના ત્રણ વર્ષના બાળકને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું. ઉંમરમાં માત્ર 3 વર્ષનું જોવા છતાં આ દીકરો પોતાના પિતા સાથેની જુગલબંધીમાં પાછળ નથી પડતો.

આ વીડિયોને તાનાજી જાધવે પોતે જ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. અહિયાંથી મરાઠી સંગીતકાર આદર્શ શિંદેએ પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કર્યો અને પછી જોત જોતામાં આ વિડીયો વાયરલ થઇ ગયો.

અહીંયા સુધી પણ સમજ્યા પરંતુ જયારે આ વીડિયોને મહાનાયક અમિતાભ બચ્ચને શેર કર્યો ત્યારે તાનાજી જાધવ પણ આશ્ચર્યમાં પડી ગયા. ત્યારબાદ તેમના હજારો ફેન બનવા લાગ્યા. અમિતાભના ટ્વીટથી તાનાજી ખુબ જ ખુશ થયા. તેમને કહ્યું કે કોઈની પ્રસંશા કરવા માટે પણ મોટું જીગર જોઈએ.