‘કૌન બનેગા કરોડપતિ’ માં મહારાષ્ટ્રના ડોમ્બીવલી થી આવેલા મુસ્તફા પરદાવાલાને હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો. મુસ્તફા એક બિઝનેસમૈન છે. મુસ્તફાએ પહેલા જ સવાલ પર લાઇફલાઈનનો ઉપીયોગ કર્યો હતો.

અમિતાભજીએ પહેલો સવાલ કર્યો કે: અજય દેવગનની પહેલી ફિલ્મનું નામ ‘ફૂલ ઔર…’ ને પૂર્ણ કરો? જેનો જવાબ ‘કાંટે’ થતો હતો.

આ સહેલા સવાલનો જવાબ ન આપવા પર મુસ્તફાએ કહ્યું કે તે ફિલ્મો નથી જોતા માટે તેને આ સવાલના જવાબની ખબર ન હતી. જેના પર અમિતાભજીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે,”આ યોગ્ય વાત નથી. તેનાથી જ અમારી રોજી રોટી ચાલે છે’. આવું કહેતા અમિતાભજીએ મુસ્તફાને ફિલ્મો જોવાની સલાહ આપી હતી.

એવામાં ચોથા સવાલના જવાબ પર મુસ્તફાએ લાઇફલાઈનનો ઉપીયોગ કર્યો હતો. સવાલ હતો કે-આમાંથી કોનું મૂલ્ય બાકીથી અલગ છે? જેનો જવાબ=120 ના 40% થતો હતો.

આ સવાલના જવાબ પર લાઇફલાઇનના ઉપીયોગ કરવા પર અમિતાભજીએ મુસ્તફાને પૂછ્યું કે તમે બિઝનેસ કરી રહયા છો અને તેમાં તમારા વેપારનો હિસાબ કેવી રીતે કરો છો? તેના જવાબમાં મુસ્તફાએ કહ્યું કે તે હિસાબ કેલ્ક્યુલેટરની મદદથી કરે છે.

એવામાં આવી જ રીતે સવાલ-જવાબ ચાલતા રહયા અને એવામાં એક સવાલનો જવાબ મુસ્તફાને ખબર ન હતી માટે તેણે ગેમ કવીટ કરવાનું ઉચિત સમજ્યું.

એવામાં મુસ્તફા 80,000 જીતવામાં કામિયાબ રહ્યા હતા. મુસ્તફાએ કહ્યું હતું કે ફેફસાના કેન્સરને લીધે તેના પિતાની મૃત્યુ થઇ ગઈ જેના પછી પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ હતી. મુસ્તફાની દુકાન મુંબઈના ફેમસ ચોર બજારમાં સ્થિત છે. તેના પિતા પણ એક સમયે આ દુકાન ચલાવતા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.