ફિલ્મી દુનિયા

મહિલાએ લખ્યું-“તમારા માટે હવે ઈજ્જત નથી બચી’, અમિતાભજીએ શાનદાર પોસ્ટ લખીને આપ્યો આ જવાબ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે સાથે અભિષેક-ઐશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચાહકો ચિંતામાં આવી ગયા હતા. એવામાં સૌથી પહેલા ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવતા બંન્નેને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી, હવે તાજેતરમાં જ અમિતાભજીનો પણ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે અભિષેક બચ્ચનની હજી પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Image Source

હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતા જ ઘરે આવીને અમિતાભજીએ નાનાવતી હોસ્પિટલના ચિકિત્સા કર્મચારીઓએ આપેલી સેવા માટે આભાર વ્યક્ત કર્યો છે. જો કે હોસ્પિટલના કર્મચારીઓ પ્રતિ આભાર અને સન્માન વિશેની અમિતાભજી દ્વારા કરવામાં આવેલી વાતથી અમુક લોકો ખુશ ન થયા. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું કે તેના પિતાનું તે જ હોસ્પિટલમાં ખોટું ટેસ્ટ કરાવી દેવામાં આવ્યું હતું.

Image Source

અમિતાભજીની આ પોસ્ટ પર જ્હાન્વી મખીજા નામની યુઝરે લખ્યું કે,”મારા પિતાનું નાનાવતી હોસ્પિટલમાં ખોટું ટેસ્ટ કરવામા આવ્યું હતું. શ્રી અમિતાભજી તમે જે રીતે તે હોસ્પિટલની જાહેરાત કરી રહ્યા છો તેનાથી વાસ્તવમાં હું દુઃખી છું. એવું લાગી રહ્યું છે કે તમે માનવ જીવનની કોઈ પરવાહ કે ચિંતા નથી કરતા અને માત્ર પૈસા કમાવવા જ માંગો છો…ક્ષમા કરજો પણ તમારા માટે હવે હું પુરી રીતે સન્માન ખોઈ ચુકી છું”.

Image Source

એવામાં હવે અમિતાભજીએ મહિલાની આ પ્રિતકિયા પર જવાબ આપતા કહ્યું કે,”જ્હાન્વી જી..મને તમારા પ્રિય અને સ્નમાનિત પિતા વિશે આ બધું જાણીને વાસ્તવમાં ખુબ દુઃખ થઇ રહ્યું છે. તેને સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું. હું ખુબ નાની ઉંમરથી જ હોસ્પ્ટિલમાં રહ્યો છું અને ચિકિત્સા નીયમ ખુબ ગંભીર હોય છે. ચિકિત્સક વ્યવસાયમાં એક નિશ્ચિત આચાર સંહિતા હોય છે. મેં જોયું છે જે ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ દર્દીની દેખભાળ કરવામાં સતત લાગેલા રહે છે”.

Image Source

અમિતાભજીએ આગળ કહ્યું કે,”ના…હું હોસ્પિટલ માટે જાહેરાત નથી કરી રહ્યો. હું તો તેઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જે કાળજી અને દેખભાળ નાનાવતી હોસ્પિટલ દ્વારા મળી છે. હું તે દરેક હોસ્પિટલ માટે આભાર માનતો, જો મને ભરતી કરીને સન્માનની સાથે મારો ઉપચાર કરતા. તમે મારા માટે સન્માન ખોઈ શકો છો, પણે હું તમને જણાવી દઉં કે જ્હાન્વી જી, હું આપણા દેશની ચિકિત્સા પ્રત્યે અને ડોકટરો માટેના સન્માનને નહિ ખોઈશ. એક અન્ય છેલ્લી વાત મારું આદર અને સન્માન તમારા દ્વારા જજ કરવામાં નહીં આવે”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.