ખબર

સિનેમાજગતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યો મહાનાયક અમિતાભ બચ્ચનને! શું છે ખાસ? વાંચો

ફિલ્મી દુનિયામાં એક નામ જે ઘણા જ સમયથી લોકોના દિલ અને દિમાગ ઉપર છવાયેલું છે, જેને માત્ર નામથી જ જૂની પેઢી અને નવી પેઢી પણ સારી રીતે ઓળખે છે, જેના અભિનયનો જલવો આજે પણ પડદાં ઉપર જોવા મળે છે એવા આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ભારતીય સર્વોચ્ચ પુરસ્કાર “દાદા1સાહેબ ફાળકે એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા.

Image Source

ગઈકાલે રાષ્ટ્ર્પતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે અમિતાભ બચ્ચનને “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” એનાયત કરવામાં. આ એવોડ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે.


અમિતાભ બચ્ચનના આપવામાં આવેલા આ એવોર્ડ પ્રસંગે પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર તેમજ કેટલાક ખાસ આમન્ત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

“દાદાસાહેબ ફાળકે” એવોર્ડ મેળવનારને સ્વર્ણ કમલ, સાલ અને 10 લાખ રોકડ ઇનામ રૂપે આપવામાં આવે છે, જે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યા હતા.

આ એવોર્ડ વિશે અમિતાભ બચ્ચને કહ્યું “જયારે આ પુરસ્કારની ઘોષણા થઇ ત્યારે મારા મનમાં એક સંદેહ થયો, કે આ કોઈ સંકેત તો નથી કે ‘ભાઈ સાહેબ હવે બહુ જ કામ કરી લીધું, હવે ઘરે બેસીને આરામ કરી લો’ કારણ કે હજુ પણ થોડું કામ બાકી છે, જેને મારે પૂર્ણ કરવાનું છે.”

અમિતાભ બચ્ચને બોલીવુડમાં ઘણી જ ફિલ્મો આપી છે, પોતાના અભિનય અને આવડતથી તેમનો ઘણા સમયથી દબદબો જોવા મળે છે, તો ફિલ્મી પડદા સિવાય પણ “કોન બનેગા કરોડપતિ” જેવા શૉ દ્વારા પણ પોતાની આગવી પ્રતિભાના દર્શન તેઓ પોતાના ચાહકોને આપતા જોવા મળે છે.